બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:37 AM, 20 September 2025
Shardiya Navratri 2025 Vrat Rules: શારદીય નવરાત્રિ, હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને ઉત્સાહભર્યા તહેવારોમાંનો એક છે. આ વર્ષે 22 ઓક્ટોબર, સોમવારથી શરૂ થઈ રહી છે અને 1 ઓક્ટોબર, 2025ના રોજ સમાપ્ત થશે. આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતો આ તહેવાર નવમી તિથિ સુધી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ દરમિયાન દેશભરમાં ભક્તો મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરે છે અને નવ દિવસના વ્રતનું પાલન કરે છે. આ વર્ષે 2 ઓક્ટોબરે વિજયાદશમીનો તહેવાર ઉજવાશે, જે દિવસે મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવશે.
ADVERTISEMENT

નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક એવો તહેવાર છે, જે નવ દિવસ સુધી ધૂમધામથી ઉજવવામાં આવે છે. વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે, પરંતુ આશ્વિન માસની શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન મા ભવાનીના નવ સ્વરૂપો - શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. જો તમે પ્રથમ વખત નવરાત્રિનું વ્રત રાખવાનું વિચારી રહ્યા છો, તો તેના નિયમો અને મહત્વને સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે નાની ભૂલથી વ્રત ખંડિત થઈ શકે છે.
ADVERTISEMENT

નવરાત્રિ વ્રતના નિયમો: શું કરવું?
ADVERTISEMENT
નવરાત્રિ વ્રતમાં શું ન કરવું?
ADVERTISEMENT

ADVERTISEMENT
નવરાત્રિ વ્રતનું મહત્વ
નવરાત્રિના નવ દિવસના વ્રતનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ ઊંચું છે. શાસ્ત્રો અનુસાર, વ્રતથી મન અને આત્માની શુદ્ધિ થાય છે. આ દરમિયાન નકારાત્મક વિચારો ઓછા થાય છે અને સાધનામાં એકાગ્રતા વધે છે. નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને શક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, નવરાત્રિના વ્રતના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: શારદીય નવરાત્રિથી આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઇમ, થઇ જશે માલામાલ
સાત્વિક ભોજન લેવાથી શરીરની શુદ્ધિ થાય છે અને પાચનતંત્રને આરામ મળે છે. આ ઉપવાસથી શરીર ડિટોક્સ થાય છે અને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. શારદીય નવરાત્રિ એ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. આ તહેવાર દરમિયાન વ્રત રાખવાથી ન માત્ર ધાર્મિક લાભ થાય છે, પરંતુ વ્યક્તિનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. તો આ વર્ષે નવરાત્રિના વ્રતનો સંકલ્પ લો અને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.