બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:01 AM, 26 August 2025
Mundkatiya Temple History : દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર દેશભરમાં ભગવાન ગણેશની ભક્તિમાં શ્રદ્ધાળુઓ ડૂબી જાય છે. પરંતુ તમે શું જાણો છો કે ભારતમાં એક એવું પણ મંદિર છે, જ્યાં વિના માથાવાળા ગણેશજીની પૂજા થાય છે? હા, એ મંદિરનું નામ મુંડકટિયા મંદિર છે, જે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે જે પોતાની અનોખી પૌરાણિકતા અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે.
ADVERTISEMENT

મુંડકટિયા મંદિર શું છે?
ADVERTISEMENT
મુંડકટિયા મંદિર એ વિશ્વનો એકમાત્ર એવું મંદિર માનવામાં આવે છે, જ્યાં ભગવાન ગણેશજીની વિના માથાવાળી મૂર્તિની પૂજા થાય છે. આ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગી નારાયણ મંદિરની નજીક, સોનપ્રયાગથી આશરે 3 કિમી દૂર ગૌરીકુંડ પાસે સ્થિત છે. 'મુંડકટિયા' શબ્દ પોતે જ "મુંડ" એટલે માથું અને "કટિયા" એટલે કપેલું, એવું સંકેત આપે છે. હિંદૂ ધર્મશાસ્ત્રોમાં વર્ણવાયેલા પ્રસંગ અનુસાર, માતા પાર્વતી જ્યારે સ્નાન માટે જઈ રહી હતી, ત્યારે તેમણે પોતાના શરીર પરથી ઉબટનનો ઉપયોગ કરીને એક બાળક બનાવ્યો અને તેને જીવ આપીને દરવાજે ઊભો કર્યો. પાર્વતી માતાએ આ બાળકને આદેશ આપ્યો કે કોઈને અંદર ન જવા દેવું. તે સમયે ભગવાન શિવ ત્યાં પહોંચ્યા અને અંદર જવાની કોશિશ કરી, ત્યારે બાળકે તેમને રોક્યું.

ADVERTISEMENT
ગણેશજીનો અવરોધ જોઈને ભગવાન શિવ અત્યંત ક્રોધિત થયા અને પોતના ત્રિશૂલથી બાળકનું માથું કાપી નાંખ્યું. જયારે માતા પાર્વતી બહાર આવી અને આ દુર્ઘટનાને જોઈ, ત્યારે શિવએ તેમના દુઃખને દૂર કરવા માટે બાળકના શરીર પર હાથીનું માથું લગાવ્યું અને એમના નામે આજે સમગ્ર વિશ્વમાં ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. મુંડકટિયા મંદિર એવું સ્થાન છે, જ્યાં માનીતા પ્રમાણે આ સમગ્ર ઘટના ઘટી હતી.

ADVERTISEMENT
દર વર્ષે ખાસ કરીને ગણેશોત્સવ દરમ્યાન, હજારો ભક્તો મુંડકટિયા મંદિરના દર્શન કરવા માટે આવે છે. લોકો માને છે કે આ સ્થળે શ્રદ્ધા પૂર્વક પ્રાર્થના કરવાથી વિઘ્નો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીંની શાંત અને આધ્યાત્મિક વાતાવરણ, ગૌરીકુંડના પવિત્ર જળ અને હિમાલયની પહાડીઓના પડછાયામાં સ્થિત આ મંદિર, ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અહેસાસ કરાવે છે.
વધુમાં વાંચો: હોસ્પિટલમાં 5 લાખની મફત સારવાર, 24 કલાકમાં જ આ રીતે બનાવો આયુષ્માન કાર્ડ
ADVERTISEMENT
અહીં વિના માથાવાળી ગણેશજીની શિલા (મૂર્તિ) સ્થાપિત છે, જે અદ્વિતીય છે. મંદિર ત્રિયુગી નારાયણથી નજીક હોવાથી યાત્રાળુઓ બંને સ્થળો એક સાથે દર્શન કરી શકે છે. મંદિરના આસપાસના વિસ્તારને પણ પવિત્ર માનવામાં આવે છે કારણ કે યમનોત્રી અને કેદારનાથ યાત્રાના માર્ગમાં આવતું હોવાથી, ઘણા યાત્રાળુઓ અહીં રોકાય છે. આવતી 27 ઓગસ્ટથી શરૂ થનારી ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે, જો તમે કંઇક અલગ અને આધ્યાત્મિક અનુભૂતિ મેળવવા ઈચ્છો છો, તો મુંડકટિયા મંદિરની યાત્રા જરૂરથી કરો. અહીં મળી શકે છે ભક્તિ, શાંતિ અને એક દૈવીય જોડાણ જે વિશ્વના અન્ય કોઈ મંદિરથી તુલનાત્મક નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.