ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / registration for vaccination for people above 18 years to open on 24 april

મોટા સમાચાર / 18 વર્ષથી ઉપરના લોકો રસી લેવા માટે 24 એપ્રિલથી કરાવી શકશે રજિસ્ટ્રેશન, આ રીતે કરાવો

Published By: Kavan

Last Updated: 01:47 PM, 22 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

18 વર્ષથી વધુ ઉંમરના લોકો 1 મેથી કોરોના રસી મેળવી શકે છે અને જે લોકો રસી લેવા માંગતા હોય તેઓ શનિવાર એટલે કે 24 એપ્રિલથી કો-વિન પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. રસીકરણના આગલા તબક્કા માટે પોર્ટલ પર નોંધણી 48 કલાકની અંદર શરૂ થશે.

ADVERTISEMENT

  • રસીકરણને લઈને મોટા સમાચાર 
  • 18 વર્ષથી ઉપરના લોકોને રસી માટે ઓનલાઇન કરી શકશે રજીસ્ટ્રેશન 
  • વેબસાઈટની લિંક : cowin.gov.in

કોરોનાના બીજી લહેર દરમિયાન દરરોજ ભારતમાં આવતા રેકોર્ડ કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રસીકરણ શરૂ કર્યું છે. નવા નિયમો અનુસાર રાજ્ય અને ખાનગી હોસ્પિટલો હવે સીધી રસી ખરીદી શકે છે.

કોવાક્સિનનો ઉપયોગ થઇ રહ્યો છે ભારતમાં

ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલા કોવાક્સિનનો ઉપયોગ ભારતમાં કરવામાં આવી રહ્યો છે. આ સિવાય રશિયાની કોવિડ રસી સ્પુટનિક-વીને ટૂંક સમયમાં દેશમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે.

અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ ડોઝ અપાયા 

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એટલે કે બુધવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટે જાહેરાત કરી હતી કે તેની રસી રાજ્ય સરકારને 400 રૂપિયામાં વેચશે, જ્યારે ખાનગી હોસ્પિટલોએ તેના માટે 600 રૂપિયા ચૂકવવા પડશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના 13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus covid vaccination કો-વિન પોર્ટલ કોવાક્સિન રજિસ્ટ્રેશન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ