સશસ્ત્ર સીમા બળ (SSB) એ SI (સબ-ઇન્સ્પેક્ટર) અને ASI (સહાયક સબ-ઇન્સ્પેક્ટર)ના પદો માટે ભરતીની જાહેરાત કરી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ ફોર્મ ભરવા માંગે છે તેઓ તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં 20 એપ્રિલ 2026 ની છેલ્લી તારીખ છે.
- ભરતી વિગતો
આ ભરતીમાં 51 SI અને 7 ASI ની જગ્યાઓ ભરવામાં આવશે. પોસ્ટ દ્વારા ભરતીની વિગતો નીચે મુજબ છે.
- પોસ્ટનું નામ પોસ્ટ્સની સંખ્યા
SI (સ્ટાફ નર્સ) 10, SI (પાયોનિયર) 21, SI (કોમ્યુનિકેશન) 20, ASI (રેડિયોગ્રાફર) 1, ASI (ફાર્માસિસ્ટ) 2, ASI (ઓપરેશન થિયેટર) 1, ASI (ડેન્ટલ ટેકનિશિયન) 1 પોસ્ટની જગ્યા પડી છે.
- પાત્રતા અને માપદંડ
SI પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 12મું ધોરણ પૂરું કર્યું હોવું જોઈએ અને જનરલ નર્સિંગ અને મિડવાઇફરી/સંબંધિત ક્ષેત્રમાં એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. મીનીમમ ઉંમર 18 વર્ષ છે અને મેક્સીમમ ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ASI પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા સાથે 12મું ધોરણ પૂર્ણ કર્યું હોવું જોઈએ. જેમાં મીનીમમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સીમમ ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જેમાં અનામત કેટેગરીઓને નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
- અરજી કરવાની રીત
આ ભરતીમાં ઓનલાઈન જ અરજી થશે. જેમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ પહેલા https://applyssb.com પર જઈને જરૂરી ડીટેલ ભરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ બીજી વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી. જેમાં જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. SC/ST ઉમેદવારો માટે કોઈ ફી નથી રખાઈ.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ