બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / Reasons You Are Hungry After Eating
એક સંશોધન અનુસાર રાત્રે પર્યાપ્ત ઉંધ ન લેવાથી ગ્રેલિન હોર્મોનનું સ્તર વધે છે. તેનાથી ભુખ અસંતુલિત થાય છે. પર્યાપ્ત ઉંઘ ન લઇ શકો ત્યારે આ સમસ્યા વકરે છે. દરેક વ્યક્તિ માટે ઓછામા ઓછી સાત કલાકની ઉંઘ જરુરી છે.
ADVERTISEMENT

હોર્મોન્સ આપે છે સંદેશ
ભોજન કરતી વખતે શરીરમાં એક સુચના પ્રક્રિયા પણ ચાલતી રહે છે. ભોજનથી પેટ ભરવાની સુચના મગજ સુધી પહોંચવામાં 20 મિનિટ લાગે છે. તેથી જમતી વખતે પેટ ભરાયેલુ લાગતુ નથી, પરંતુ જમ્યાની થોડી વાર બાદ અહેસાસ થાય છે કે પેટ ફુલ થઇ ગયુ છે કે વધારે ખવાઇ ગયુ છે. ઝડપથી જમી લેનાર લોકોમાં ક્રેવિંગની સમસ્યા વધુ જોવા મળે છે.
ADVERTISEMENT
તળેલું નહીં, ફ્રુટ્સ ખાવ
તળેલુ ખાવાના બદલે સીઝનલ ફ્રુટ્સ અને શાકભાજીનો પ્રયોગ કરો. હેલ્ધી ફુડ ગ્રેલિન હોર્મોનને વધતા રોકે છે. તે ચરબીની માત્રાને સ્ટોર કરે છે. તેથી કસમયે ભુખ લાગવાની સમસ્યા હોતી નથી અને ફાસ્ટફુડ ખાવાથી વ્યક્તિ બચી શકે છે.

ADVERTISEMENT
તણાવ ન લો, પસંદ હોય તે જ કામ કરો
સ્ટ્રેસ કોઇ પણ રીતે ન લો. તણાવના કારણે કોર્ટિસોલનું સ્તર વધે છે. તેના કારણે ભુખ પણ વધુ લાગે છે. તો ઉંડા શ્વાસ લો. પસંદગીનું સંગીત સાંભળો. એક્સર્સાઇઝ કરો અને ગમતુ હોય તેવું કાર્ય કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.