બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્મોલ ફાઈનાન્સ બેંકના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ, હવે UPI દ્વારા સરળતાથી મળશે લોન
Last Updated: 05:21 PM, 6 December 2024
હવે સ્મોલ ફાઈનાન્સ બેન્ક પર પણ UPI પર ક્રેડિટ ઓફર કરી શકશે. અત્યાર સુધી શિડ્યુઅલ કમર્શિયલ બેન્કોને UPI ફેસીલીટી પર ક્રેડિટ ઓફર કરવાની પરમિશન હતી. RBIએ 6 ડિસેમ્બરે પોતાની મોનેટરી પોલિસીમાં આની જાહેરાત કરી. RBIના આ નિર્ણયથી UPI વપરાતા લોકોને સરળતાથી લોન મળશે.
ADVERTISEMENT

સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ હતી સંપૂર્ણ ફેસીલીટી
ADVERTISEMENT
UPI ફેસીલીટી પર ક્રેડિટ લાઇનની શરૂઆત સપ્ટેમ્બર 2023માં થઈ હતી. આ ફેસીલીટીના માધ્યમે કોઈ વ્યક્તિ BHIM, PayZapp, Paytm અને GPay જેવા એપના માધ્યમે સરળતાથી લોન લઈ શકે છે. આ લોન UPI ફેસીલીટીના માધ્યમે મળશે . આ ફેસીલીટીમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની મોટી ભૂમિકા છે. આમાં UPIના ગ્રાહકો માટે પહેલાથી ક્રેડિટ લિમિટ નક્કી હોય છે. ગ્રાહક UPI પેમેન્ટ એપના માધ્યમે આ લોન લઈ શકે છે.

ADVERTISEMENT
નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને થશે ફાયદો
બેન્ક અને ફાઈનેન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ ગ્રાહકની ક્રેડિટ પ્રોફાઇલના આધારે તેમની ક્રેડિટ લાઇન નક્કી કરે છે. ગ્રાહક આ ક્રેડિટ લાઇનનો ઉપયોગ UPIના માધ્યમે કરી શકે છે. બેન્ક બજાર ડોટ કોમના CEO આદિલ શેટ્ટીએ કહ્યું, 'RBIના આ નિર્ણયથી એવા લોકોને સરળતાથી લોન મળશે, જેમના એકાઉન્ટ નાની-નાની બેન્કોમાં છે. આનાથી નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને સરળતાથી લોન મળી શકશે. આનાથી ફાઈનેન્શિયલ ઇન્કયુઝન વધશે.'
ADVERTISEMENT
વધુ વાંચો : હવે આધાર ફરજિયાત નહીં! તો પછી કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? આ ક્લેમ કરતા પહેલા જાણી લેજો
ગ્રાહકોને તરત મળશે લોન
ADVERTISEMENT
એક્સપર્ટસનું કહેવું છે કે RBI વધુમાં વધુ લોકોને બેન્કિંગ સેવાઓના દાયરામાં લાવવા માંગે છે. UPI ફેસીલીટીથી ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરવા પર ગ્રાહકને જલદી મળી જાય છે. આની સરખામણીમાં લોનની જૂની પ્રોસેસમાં ઘણો લાંબો સમય લાગે છે. એક્સપર્ટસનું કહેવું છે કે યૂઝર્સને આ ફેસીલીટીનો ખૂબ સાવધાનીથી લાભ લેવાની જરૂર છે. જેમ-જેમ બેન્કિંગ સેવા ડિજિટલ થઈ રહી છે, તેમ-તેમ ફોડના કેસો પણ વધી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.