ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / તમારા કામનું / Amazon Saleમાં iPhone 16ની કિંમત ₹70 હજારથી નીચે, Samsung Galaxy S25 Ultra પર પણ મોટું ડિસ્કાઉન્ટ!
Last Updated: 10:20 PM, 2 November 2026
ADVERTISEMENT
એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દિવાળી એડિશન સેલમાં ઘણા મોંઘા સ્માર્ટફોન પર મોટુ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. ખાસકરીને એપલ અને સેમસંગના ફ્લેગશિપ ફોન પણ નોર્મલ કિંમત કરતા ઘણા ઓછા ભાવે ખરીદી શકાય છે.
ADVERTISEMENT
આ સેલમાં બેંક ઑફર્સ પછી આઇફોન 16 ની કિંમત ₹69,999 સુધી પહોંચી ગઈ છે. સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા પર કુલ ₹43,000 સુધીની બચત થઇ સકે છે. સેમસંગનો ફોલ્ડેબલ ફોન ગેલેક્સી ઝેડ ફોલ્ટ7 પણ તેની લોન્ચ કિંમત કરતા લગભગ ₹46,000 માં સસ્તો મળી રહ્યો છે.
ફક્ત એપલ અને સેમસંગ જ નહીં વનપ્લસ, ઓપો, iQOO અને રેડમીના સ્માર્ટફોન પર પણ ઓફર્સ ઉપલબ્ધ છે. જો તમે આ દિવાળી પર નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ડીલ્સ પર નજર કરો. જોકે ધ્યાનમાં રાખો કે કેટલીક ઓફર્સ બેંક કાર્ડ, કૂપન અને ચોક્કસ પેમેંટ વિકલ્પોને આધીન છે.
ADVERTISEMENT
iPhone 16 હવે ₹70,000 ની નીચે
જો તમે એપલ આઇફોન ખરીદવા માંગતા હોવ પરંતુ ₹100,000 નું બજેટ ન હોય તો આ એમેઝોન ડીલ મદદરૂપ થઈ શકે છે. iPhone 16 નું 128GB મોડેલ Amazon પર ₹76,999 માં લિસ્ટેડ છે. તેની લોન્ચ કિંમત ₹89,900 હતી.
ADVERTISEMENT
આના પર એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ સાથે ₹7,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ અસરકારક કિંમત ₹69,999 સુધી થાય છે. આનો અર્થ એ છે કે ગ્રાહકો લોન્ચ કિંમતની તુલનામાં આશરે ₹19,901 બચાવી શકે છે.
જોકે ₹69,999 ની કિંમત ફક્ત ત્યારે જ લાગુ પડે છે જો HDFC બેંક ઓફરનો લાભ લેવામાં આવે. આ ઓફર વિના, ફોનની કિંમત ₹76,999 છે.
ADVERTISEMENT
સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા પર ₹43,000 સુધીની બચત
આ સેલમાં શાનદાર ડીલ Samsung Galaxy S25 Ultra છે. આ ફોન ₹1,29,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. એમેઝોન પર તેની કિંમત ઘટાડીને ₹94,999 કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ સિવાય કોઈપણ બેંક ક્રેડિટ કાર્ડ સાથે ₹8,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ ઓફર પછી ફોનની અસરકારક કિંમત ₹86,999 થાય છે. આમ ગ્રાહકો લોન્ચ કિંમતની તુલનામાં ₹43,000 સુધીની બચત કરી શકે છે.
Galaxy S25 Ultra માં 200MP મુખ્ય કેમેરા છે. તેમાં 50MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને ટેલિફોટો કેમેરા પણ છે. આ ફોનમાં S Pen, Galaxy AI ફીચર્સ અને Snapdragon 8 Elite પ્રોસેસર પણ છે.
ADVERTISEMENT
OnePlus અને Oppo ફોન પર પણ ડિસ્કાઉન્ટ
અમેઝોનના દિવાળી સેલ દરમિયાન વનપ્લસ અને ઓપો સ્માર્ટફોન પણ ઉપલબ્ધ છે. 16GB RAM અને 512GB સ્ટોરેજ સાથે OnePlus 15R મોડેલ ₹63,999 માં લિસ્ટેડ છે. વધારાના ₹2,000 ની કૂપન પણ ઉપલબ્ધ છે. આ કૂપન તેની કિંમત ઘટાડીને ₹61,999 કરી શકે છે.
8GB RAM અને 128GB સ્ટોરેજ સાથેનું OnePlus Nord CE6 Lite મોડેલ ₹26,499 માં ઉપલબ્ધ છે, જે તેની સત્તાવાર કિંમત ₹27,499 થી ઓછી છે.
Oppo Find X10 5G ની કિંમત ₹1,39,999 છે. ₹8,000 કૂપન ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ખરીદી સમયે આ કૂપન પસંદ કરવું આવશ્યક છે.

આ પણ વાંચોઃ જાણવા જેવું / વિમાનની કેટલીક સીટ પર ચારેય બાજુ પડદા કેમ લગાવાય છે? જાણો તેની પાછળનું ખાસ કારણ અને આ સુવિધાનું રહસ્ય!
ફોન ખરીદતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો
એમેઝોનના સેલ પર દર્શાવવામાં આવેલી કિંમત અને ચુકવણી સમયે પ્રાપ્ત કિંમત બેંક ઑફર્સ, કૂપન્સ, એક્સચેન્જ અને EMI શરતોને કારણે બદલાઈ શકે છે. આ ઉપરાંત તમે તમારા જૂના ફોનને એક્સચેન્જ કરવા પર વધારાની છૂટ મેળવી શકો છો, પરંતુ તે તમારા જૂના ફોનની સ્થિતિ અને મોડેલ પર નિર્ભર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT