ration card beneficiaries will get five kilograms of gram free in fair price shops from december
તમારા કામનું /
આવતા મહિનેથી આ કાર્ડધારકોને 5 કિલોગ્રામ ચણા ફ્રી આપશે સરકાર, તેમજ...
Team VTV09:55 AM, 26 Nov 20
| Updated: 09:57 AM, 26 Nov 20
અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રાશન કાર્ડધારકોને 1 ડિસેમ્બરથી રાશનની દુકાનોના માધ્યમથી 5 કિલોગ્રામ ચણા મફત આપવામાં આવશે. જિલ્લા આપૂર્તિ અધિકારીના કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે થોડાક મહિના પહેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના બીજા ચરણ હેઠળ જુલાઈથી નવેમ્બર સુધી અંત્યોદય અન્ન યોજના અને પ્રોયરિટી હાઉસ હોલ્ડ કાર્ડધારકોને એક કિલોગ્રામ ચણા આપવાની યોજનાની જાહેરાત કરી હતી.
પ્રતિ પરિવાર 1 કિલો દાળ મફત આપવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. કોરોના મહામારી દરમિયાન માર્ચ મહિનામાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગ રુપે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી. ગરીબ પરિવારોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકારે 80 કરોડથી વધારે રાશન કાર્ડધારકોને એપ્રિલ, મે અને જૂન માટે રાશન કાર્ડમાં દાખલ સભ્યોના આધાર પર પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ (ઘઉં અથવા ચોખા) અને પ્રતિ પરિવાર 1 કિલો દાળ મફત આપવાની જાહેરાત કરી હતી.
30 નવેમ્બર 2020 સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકાય
આ મફ્ત 5 કિલો અનાજ, રાશન કાર્ડ પર મળનારા અનાજના હાજર કોટા ઉપરાંત છે. આ બાદ આ યોજના(પ્રધાનમંત્રી ગરબી કલ્યાણ અન્ન યોજના)ની મર્યાદા દિવાળી અને છઠ પૂજા સુધી કરી દેવામાં આવી એટલે કે 30 નવેમ્બર 2020 સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકાશે.