ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / ram mandir bjp narottam mishra calls cogress digvijay singh asura because he slams pm narendra modi
ADVERTISEMENT
હકીકતમાં દિગ્વિજય સિંહે એક પછી એક ટ્વિટ્સમાં સોમવારે પોતાની આ મુદ્દે વાત રાખી. કહ્યું કે "પાંચ ઓગ્સ્ટે ભગવાન રામના મંદિરના શિલાન્યાસના અશુભ મુહૂર્ત વિશે વિસ્તારથી જગદગુરુ સ્વામી સ્વરૂપાનંદજી મહારાજે સચેત કર્યા હતા. પીએમની સુવિધા પર આ અશુભ મુહૂર્ત નીકાળવામાં આવ્યું છે. એટલે કે નરેન્દ્ર મોદી હિન્દુ ધર્મની હજારો વર્ષની સ્થાપિત માન્યતાઓથી મોટા છે, શું આ જ હિન્દુત્વ છે?"
ADVERTISEMENT
તેમણે આગળ લખ્યું કે સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજર અંદાજ કરવાનું પરિણામ 1- રામ મંદિરના સમસ્ત પૂજારી કોરોના વાયરસ પોઝિટિવ, 2- ઉત્તર પ્રદેશના મંત્રી કમલ રાની વરુણ કોરોનાથી સ્વર્ગવાસ, 3- યુપીના ભાજપ અધ્યક્ષ (સ્વતંત્ર દેવ સિંહ) કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં, 4- ભારતના ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ, 5- મધ્યપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી (શિવરાજ સિંહ ચૌહાણ) અને ભાજપ મધ્યપ્રદેશ અધ્યક્ષ (વિષ્ણુ દત્ત શર્મા) કોરોનાને કારણ હોસ્પિટલમાં, 6- કર્ણાટકમાં ભાજપના મુખ્યમંત્રી (યેદિયુરપ્પા) કોરોનાથી હોસ્પિટલમાં છે.
४- भारत के गृह मंत्री अमित शाह कोरोना पोजिटिव अस्पताल में।
— digvijaya singh (@digvijaya_28) August 3, 2020
५- मध्यप्रदेश के भाजपा के मुख्यमंत्री व भाजपा के प्रदेश अध्यक्ष कोरोना पोजिटिव अस्पताल में
६- कर्नाटक के भाजपा के मुख्यमंत्री कोरोना पोजिटिव अस्पताल में।
ADVERTISEMENT
દિગ્ગીરાજાએ કહ્યું કે પીએમ તમે અશુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરનો શિલાન્યાસ કરીને હજુ કેટલા લોકોને હોસ્પિટલ મોકલવા માંગો છો? યોગી આદિત્યનાથ તમે જ મોદીજીને સમજાવો. તમે છો ત્યાં સુધી સનાતન ધર્મની તમામ મર્યાદાઓને કેમ તોડવામાં આવી રહી છે? અને તમારી એવી તો શું મજબૂરી છે કે તમે આ બધુ થવા દઈ રહ્યાં છો.
ADVERTISEMENT
मोदी जी आप अशुभ मुहुर्त में भगवान राम मंदिर का शिलान्यास कर और कितने लोगों को अस्पताल भिजवाना चाहते हैं? योगी जी आप ही मोदी जी को समझाइए। आपके रहते हुए सनातन धर्म की सारी मर्यादाओं को क्यो तोड़ा जा रहा है? और आपकी क्या मजबूरी है जो आप यह सब होने दे रहे हैं?
— digvijaya singh (@digvijaya_28) August 3, 2020
ADVERTISEMENT
તેમણે કહ્યું કે હવે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મંત્રીની કોરોના વાયરસથી મોત થઈ ગઈ. ભારતના ગૃહમંત્રી કોરોના વાયરસ પોઝિટિવ થયા. આવા સંજોગોમાં શું યુપીના મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનંમત્રીએ ક્વોરન્ટાઈન ન થવું જોઈએ? શું ક્વોરન્ટાઈન થવાનો નિયમ માત્ર સામાન્ય માણસ માટે જ છે. ક્વોરન્ટાઈનનો સમય 14 દિવસનો હોય છે.
पूरी पार्टी को ना करें पर पूरे मंत्री परिषद को तो कोरोंटीन होना चाहिए। ना जाने कितने अयोध्या वासीयों को यह कोरोना संक्रमित करेंगे। नियम सब के लिए एक होना चाहिए। https://t.co/DSs1hMXCGK
— digvijaya singh (@digvijaya_28) August 3, 2020
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે હું મોદીજીને ફરી એક વખત અનુરોધ કરું છે કે પાંચ ઓગસ્ટનું અશુભ મુહૂર્ત ટાળી દો. સેંકડો વર્ષોના સંઘર્ષ બાદ ભગવાન રામ મંદિર નિર્માણનો યોગ આવ્યો છે. પોતાની હઠધર્મીતાથી તેમાં વિઘ્ન પડવાથી રોકો. ભગવાન રામ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને હજારો વર્ષોની અમારા ધર્મની સ્થાપિત માન્યતાઓની સાથે ખેલ ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ