બ્રેકિંગ ન્યુઝ
Pravin Joshi
Last Updated: 04:25 PM, 15 March 2023
ADVERTISEMENT
ભારતની ફિલ્મ RRR એ ઓસ્કાર 2023ના મંચ પર ધૂમ મચાવી હતી. એસ.એસ રાજામૌલીની ફિલ્મના ગીત 'નાટુ નાટુ'ને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. આ ગીતને ઓસ્કારમાં 'બેસ્ટ ઓરિજિનલ સોંગ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને તેની સાથે જ દુનિયાભરના લોકો આ ગીતની ધૂન પર નાચતા જોવા મળ્યા હતા. અમે અહીં ફિલ્મના અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆરના પોશાકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તેઓએ ઓસ્કારમાં પહેર્યા હતા. તેના કાળા રંગના બંધગાલા શેરવાની આઉટફિટનું કનેક્શન પણ ખૂબ જ ખાસ છે.
ADVERTISEMENT
RRR એ ઓસ્કાર સ્ટેજ પર ઈતિહાસ રચ્યો
દક્ષિણની આ ફિલ્મ RRR એ ઓસ્કાર સ્ટેજ પર ઈતિહાસ રચ્યો છે. આ એવોર્ડ સમારોહમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા. તેનો આ આઉટફિટ કોઈ સામાન્ય આઉટફિટ નહોતો, પરંતુ તેની સાથે તેણે દુનિયાભરમાં એક અનોખો સંદેશ પણ આપ્યો હતો. રામ ચરણ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ તરીકે તેમના સૂટ પર ત્રણ બેજ મૂકવામાં આવ્યા હતા.
NTR પણ બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા
જુનિયર NTR દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ NTRના સૂટની એક બાજુની ટાઇગર ડિઝાઇન 'RRR' ફિલ્મના કલાકાર જુનિયર NTR પણ બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા અને તે પણ ખૂબ જ સુંદર પોશાકમાં જોવા મળ્યા હતા. તેના પોશાક સાથે ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો. જુનિયર એનટીઆરના સૂટની સાઇડ ટાઇગરની ડિઝાઈન દેખાઈ રહી છે, જે માત્ર ફેશન જ નથી પરંતુ તેમાં એક ખાસ સંદેશ છે. એનટીઆરની શેરવાનીના ખભા પર ગોલ્ડ મેટાલિક એમ્બ્રોઇડરી વાળો બનાવવામાં આવ્યો હતો. હાથ પર ગર્જના કરતો આ સિંહ RRR માં NTR ના પાત્ર કોમુરમ ભીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.