બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Extra / rakshabandhan-2018-muhurta-and-time

NULL / રક્ષાબંધન 2018: રાખડી બાંધવા માટે આ છે શુભ મુહૂર્ત જાણો

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રક્ષાબંધનના તહેવાર તમામ ભાઇ-બહેનો આતુરતાથી રાહ જોવે છે. વર્ષમાં એક વખત આવતા આ તહેવારના દિવસે ભાઇ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 26 ઓગસ્ટ રવિવારના ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે પણ ઘણા કારણો છે જેમાંથી મુખ્ય કારણ છે શ્રાવણ પૂર્ણિમા...

રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિ ઉજવવામાં આવે છે. વર્ષ 2018માં આ તિથિ 26 ઓગસ્ટના છે. આજ કારણથી આ વખતે ભાઇ-બહેનના સ્નેહનો આ તહેવાર 26 ઓગસ્ટના ઉજવવામાં આવશે. આ વર્ષે સૌથી સારી વાત એ છે કે આ વખતે તિથિઓને લઇને કોઇ મૂંઝવણ નહી રહે. પૂનમની તિથિનો આરંભ સાંજે 3:17  મિનિટથી થઇ રહ્યો છે જે બીજા દિવસે 5:26 મિનિટ સુધી ચાલશે. શનિવારે સવારે 9:15ને શ્રવણ નક્ષત્ર શરૂ થઇ રહ્યો છે જે રવિવારના 4:20 સુધી ચાલશે. 

25 ઓગ્સ્ટ 3:17 મિનિટથી પૂનમની તિથિ શરૂ થતી હોવા છતા રક્ષાબંધનનો તહેવાર 26 ઓગસ્ટના ઉજવવામાં આવશે કેમકે 26 ઓગસ્ટના સૂર્યોદય કાળમાં પૂનમ તિથિ હોવાને કારણે 26મીના પૂનમ તિથિ માન્ય રહેશે. શનિવારના ચૌદશ તિથિમાં સૂર્યોદય હોવાને કારણે શનિવારના આ તહેવાર ઉજવવામાં આવશે નહી. બીજી વાત એ પણ છે કે શનિવારે પૂનમની તિથિમાં સાથે ભદ્રા લાગ્યુ હશે. રવિવારે 4:20 સુધી શ્રવણ નક્ષત્રમાં હોવાથી આ સમય સુધા રાખડી બાંધવા માટે શુભ રહેશે. 

રક્ષાબંધનના દિવસે આ વર્ષે શુભ સંયોગ બની રહ્યો છે. વાસ્તવમાં ચાર વર્ષમાં પહેલી વખત રક્ષાબંધનમાં ભદ્રનો પ્રભાવ નહી હોય. જ્યોતિષશાસ્ત્રના અનુસાર ભદ્રકાળને અશુભ સમય માનવામાં આવે છે. એટલે કે જેટલા કલાક સુધી આ યોગ રહે છે ત્યાં સુધી કોઇ શુભ કામ નહી કરી શકાય. આ દરમિયાન રાખડી બાંધવી અને પાવન કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થતું નથી એવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યુ છે. ભદ્ર દિવસની શરૂઆતમાં જ સમાપ્ત થઇ જાય છે જેથી બાકીનો દિવસ શુભ યોગ રહેશે. આમ તમે આખા દિવસ સુધી રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકાશે એટલે કે બહેનો અને પુરોહિતો પાસેથી રાખડી બંધાવવા માટે ભાઇઓ પાસે આખો દિવસ હશે. 

રક્ષાબંધનમાં ભદ્રકાળ ના હોવાથી દિવસભર રાખડી બાંધવી શુભ રહેશે. જોકે બહેન રાહુકાળમાં પોતાના ભાઇને રાખડી બાંધવાનું ટાળે. 26 ઓગ્સ્ટના દિવસે 4:30થી 6 વાગ્યા સુધી રાહુકાળ રહેશે. આ સમય અવિધના સિવાય કોઇ પણ સમયે રાખડી બાંધી શકાશે. પૂનમની તિથિ 26મીની સાંજે 5:26 સુધી રહેશે. 

આ દિવસે ભગવાન વિષ્ણુના એક અવતાર હયગ્રીવનો જન્મદિવસ છે. આ માટે રક્ષાબંધનના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનો વિશેષ લાભ પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુના હયગ્રીવ અવતારની પાછળ દેવી લક્ષ્મીનું પણ યોગદાન હતુ આ માટે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમુદ્ઘિપ્રાપ્ત થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ