બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Rajinikanth Praises Amit Shah And PM Modi

Article 370 / PM મોદી અને અમિત શાહ પર ઓવારી ગયા રજનીકાંત, ગણાવ્યા કૃષ્ણ-અર્જુન

Kavan

Last Updated: 05:38 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટતા જ મોદી સરકારના આ નિર્ણયને દેશવાસીઓ આવકારી રહ્યા છે. ત્યારે સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે પણ આર્ટિકલ 370 નાબૂદ થતા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા છે.

રજનીકાંતે મોદી અને શાહની જોડીની સરખામણી અર્જુન અને શ્રી ક્રૃષ્ણ સાથે કરી છે. ચાલુ વર્ષે જ મોદી સરકારે જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યો છે. જે બાદ હાલ ઘાટીમાં શાંતિ જોવા મળી રહી છે. બીજી તરફ સરકારે જમ્મૂ-કશ્મીરમાં લગાવેલી કલમ 144માંથી પણ લોકોને રાહત આપી છે.

ઉલ્લેખનીય છે કે, એક કાર્યક્રમ દરમિયાન રજનીકાંતે કહ્યું હતું કે, દેશના ગૃહ પ્રધાન અમિત શાહજી મિશન કાશ્મીર પુરુ કરવા માટે તમને દિલથી હાર્દિક શુભેચ્છા, જે રીતે તમને આ મિશનને પુર્ણ કર્યુ તે ખરેખર કમાલનું હતું. ખાસ કરીને તમે સંસદભવનમાં ભાષણ આપ્યું તે મહત્વનું અને જબરદસ્ત હતુ.

આપને જણાવી દઇએ કે, સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે આ વાતનો ઉલ્લેખ ચેન્નાઈ ખાતે આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કરી હતી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળના બે વર્ષ પૂરા થવા પર 'Listening, Learning & Leading' ટાઈટલવાળા પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ.

આ વિમોચન ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. પુસ્તકમાં નાયડુના બે વર્ષના કાર્યકાળના વૃતાંતનો ઉલ્લેખ કરાયો છે. પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન જળવાયુ પરિવર્તન અને સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા થઈ રહ્યું છે. 

નોંધનીય છે કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને કલમ 370ને ખતમ કરી દીધી છે. આ નિર્ણયને આખા દેશે વધાવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Article 370 Scrapped Article 370 revoked PM modi Rajinikant amit shah article 370 article 370
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ