ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, અમે વાત કરી રહ્યા છીએ ઇન્દોરના અખંડનગરમાં રહેનારા એક યુવક રાહુલ ગાંધીની જેની ગાંધી અટક હોવાને કારણે કેટલીય તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેને મોબાઇલ સહિત કોઇપણ ખરીદી માટે વહેચનાર રાહુલ ગાંધી નામ હોવાથી બિલ પણ આપતા નથી. આ સાથે જ તેને પોતાના નામ પર કોઇ સીમકાર્ડ પણ મળતું નથી અને તેને પોતાના ભાઇના નામથી સિમ ખરીદવું પડે છે.

ADVERTISEMENT
નોંધનીય છે કે, રાહુલ ગાંધી હોવાથી કેટલાક લોકો આ યુવકની મજાક પણ ઉડાવે છે અને તેની તુલના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે કરી રહ્યા છે અને પૂછપરછ કરે છે કે ડૂપ્લીકેટ ID બનાવ્યું નથીને...? રાહુલને જ્યારે એકવાર બેંકમાં ફોન કર્યો અને પોતાનું નામ રાહુલ ગાંધી જણાવ્યું તો કર્મચારી મજાક ઉડાવતા પૂછ્યું કે રાહુલ ગાંધી દિલ્હી છોડીને ઇન્દોર ક્યારે શિફ્ટ થઇ ગયા.

ADVERTISEMENT
આ સમસ્યાથી કંટાળીને રાહુલે પોતાના નામની આગળ ગાંધીની જગ્યાએ માલવીયા લગાડવાનું શરૂ કર્યું છે રાહુલ જે જ્ઞાતિમાંથી આવે થે ત્યાં લોકો માલવીય અટક પણ લગાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ