ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર વ્યાજથી જ થશે ₹ 4,50,000ની કમાણી, સમજી લો પોસ્ટ ઓફિસની ધાંસુ સ્કીમ વિશે

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / માત્ર વ્યાજથી જ થશે ₹ 4,50,000ની કમાણી, સમજી લો પોસ્ટ ઓફિસની ધાંસુ સ્કીમ વિશે

Last Updated: 03:50 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Post Office NSC Scheme:પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી બચત યોજનાઓ રિર્ટનની દ્રષ્ટિએ અત્યંત લોકપ્રિય છે અને તેમાં કરવામાં આવેલા રોકાણમાં ઝીરો રિસ્ક હોય છે, કારણ કે સરકાર પોતે તેની સુરક્ષાની ગેરન્ટી આપે છે.

1/5

photoStories-logo

1. NSC યોજના એક ફાયદાકારક પસંદગી

પોસ્ટ ઓફિસ તમામ વયજૂથો માટે બચત યોજનાઓ પ્રદાન કરે છે, જે વ્યક્તિઓને નાની અને નિયમિત બચત દ્વારા નોંધપાત્ર ફંડ એકત્રિત કરવાની તક આપે છે. આ નાની બચત યોજનાઓ માત્ર આકર્ષક વ્યાજ દરો જ નહીં, પરંતુ રોકાણની સુરક્ષાની ખાતરી પણ આપે છે.જો તમે રિસ્ક વિના વિકલ્પમાં રોકાણ કરવાની સાથે સાથે વધારે રિર્ટન મેળવવાનું પણ લક્ષ્ય રાખી રહ્યા હોય, તો પોસ્ટ ઓફિસની 'નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ' (NSC) યોજના એક ફાયદાકારક પસંદગી સાબિત થઈ શકે છે; આ રોકાણ દ્વારા માત્ર વ્યાજમાંથી જ 4,50,000 રુપિયાની કમાણી કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 1000 રુપિયાથી રોકાણની શરુઆત

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) એ પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવતી એક લોકપ્રિય નાની બચત યોજના છે. મધ્યમ વર્ગ અને નિવૃત્તિનું આયોજન કરતા લોકોમાં તે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછી 1,000 રુપિયાની રકમથી શરૂ કરીને 5 વર્ષના સમયગાળા માટે રોકાણ કરી શકાય છે. રોકાણની રકમ પર કોઈ મહત્તમ મર્યાદા નથી; ટૂંકમાં, રોકાણ જેટલું વધારે, તેટલો જ વધુ લાભ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. Zero Risk અને વ્યાજ જોરદાર

આજે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓની ખાસ પોપ્યુલરનું મુખ્ય કારણ એ છે કે તે ઝીરો રિસ્ક છે. હકીકતમાં, આ યોજનાઓમાં કરવામાં આવેલા નાના કે મોટા કોઈપણ રોકાણની સુરક્ષાની ખાતરી ખુદ સરકાર આપે છે, રોકાણ કરેલી મૂડી સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ ઉપરાંત આ યોજનાઓ આકર્ષક વ્યાજ દરો પ્રદાન કરે છે, જે મોટી રકમ એકત્રિત કરવાથી લઈને નિયમિત આવક મેળવવા સુધીની બાબતો સુનિશ્ચિત કરે છે. હાલમાં સરકાર પોસ્ટ ઓફિસ NSC પર 7.7%નો વ્યાજ દર આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. Tax છૂટનો ઉઠાવી શકો છો લાભ

માત્ર ભારતના રહેવાસીઓ જ પોસ્ટ ઓફિસની NSC યોજનાનો લાભ લઈ શકે છે. NRI, કંપનીઓ, ટ્રસ્ટ અને HUF આ માટે પાત્ર નથી. બે કે ત્રણ વ્યક્તિઓ મળીને જ્વોઇન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. પુખ્ત વયની વ્યક્તિ પોતાના નામે અથવા સગીર વયની વ્યક્તિ વતી ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરવાથી તમને ટેક્સ બેનિફિટ્સ મળે છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, આ યોજનામાં રોકાણ કરીને તમે વાર્ષિક 1.5 લાખ રુપિયા સુધીની ટેક્સ છૂટનો દાવો કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વ્યાજ 4.50 લાખ રુપિયાની કમાણીનુ ગણિત

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) યોજના હેઠળ વાર્ષિક 7.7%નો વ્યાજ દર આપવામાં આવે છે. આના આધારે, જો કોઈ નાગરિક NSC યોજનામાં 10 લાખ રુપિયાનું એકમ-રકમ રોકાણ કરે, તો તેઓ 5 વર્ષના સમયગાળા દરમિયાન માત્ર વ્યાજ પેટે જ 4,49,034 રુપિયા મેળવશે. આનો અર્થ એ છે કે પાંચ વર્ષ પછી મળતી કુલ રકમ અંદાજે 14,49,034 રુપિયા હશે. માત્ર વ્યાજમાંથી થતી આવક પ્રથમ વર્ષે 77,000 રુપિયા, બીજા વર્ષે 1,59,929 રુપિયા, ત્રીજા વર્ષે 2,49,044 રુપિયા, ચોથા વર્ષે 3,45,620 રુપિયા અને પાંચમા વર્ષે 4,49,034 રુપિયા હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

one time invest national saving certificate post office best scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ