ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / TVSનો દબદબો, સપ્ટેમ્બરમાં 6.72 લાખ વાહનો વેચાયા, EV સ્કૂટરની માંગમાં જોરદાર ઉછાળો

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / TVSનો દબદબો, સપ્ટેમ્બરમાં 6.72 લાખ વાહનો વેચાયા, EV સ્કૂટરની માંગમાં જોરદાર ઉછાળો

Last Updated: 04:35 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

TVS મોટરે સપ્ટેમ્બરમાં 6.72 લાખથી વધુ વાહનો વેચીને મજબૂત પર્ફોર્મન્સ આપ્યું છે. જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને એક્સપોર્ટની માંગથી કંપનીને 24 ટકાથી વધુની વાર્ષિક વૃદ્ધિ મળી છે.

1/5

photoStories-logo

1. TVS મોટર

સપ્ટેમ્બર મહિનો ઓટોમોબાઈલ કંપનીઓ માટે ખાસ કરીને સારો રહ્યો છે. જેમાં TVS મોટર કંપનીએ આ મહિનામાં કુલ 6,72,790 વાહનો વેચીને મજબૂત પ્રદર્શન આપ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વેચાણમાં 24.35 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ઓગસ્ટની સરખામણીમાં 9.12 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એક્સપોર્ટની મજબૂત માંગ

આ સફળતાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને એક્સપોર્ટની મજબૂત માંગ છે. કંપનીને ટુ-વ્હીલર સાથે ત્રણ વ્હીલર સેગમેન્ટમાં પણ સારું પરિણામ મળ્યું છે. 2026ની ત્રીજી ત્રિમાસિક જુલાઈથી સપ્ટેમ્બરમાં TVSનું એક્સપોર્ટ 5.39 લાખ યુનિટ સુધી પહોંચી ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ત્રિમાસિક વેચાણની વિગત

જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કંપનીએ 18.40 લાખથી વધુ ટુ-વ્હીલર્સ વેચ્યા છે. જેમાં દેશની અંદર ટુ-વ્હીલર વેચાણમાં 24.05 ટકાનો વધારો થયો. જ્યારે એક્સપોર્ટમાં 34.37 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ત્રણ વ્હીલરનો વ્યવસાય પણ સામેલ કરતાં ઇન્ટરનેશનલ વ્યવસાય 34.82 ટકા વધીને 5.39 લાખ યુનિટને પાર કરી ગયો છે. જેમાં કુલ ત્રિમાસિક વેચાણમાં નિકાસનો હિસ્સો લગભગ 28.11 ટકા રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં જ ટુ-વ્હીલર વેચાણ 23.29 ટકા વધીને 6,45,955 યુનિટ સુધી પહોંચ્યું ક્ક્ષ્ચે. આમાંથી ઘરેલુ બજારમાં 4,82,073 યુનિટ વેચાયા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઇલેક્ટ્રિક સ્કૂટર્સની બંપર માંગ

iQube અને Orbiter જેવા મોડલ્સને કારણે સપ્ટેમ્બરમાં જ 65,799 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ વેચાયા છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં 110.45 ટકા વધુ છે અને ઓગસ્ટની સરખામણીમાં 10.67 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સનો હિસ્સો હવે 10.19 ટકા સુધી પહોંચી ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 132.71 ટકા વધારો

ત્રિમાસિક સમયગાળામાં ઇલેક્ટ્રિક સ્કૂટર વેચાણ 132.71 ટકા વધીને 1,86,186 યુનિટ પર પહોંચ્યું છે. સપ્ટેમ્બરમાં ત્રણ વ્હીલર વેચાણ 26,835 યુનિટ રહ્યું. જેમાં વાર્ષિક ધોરણે 56.55 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આમ TVS મોટર ઇલેક્ટ્રિક વાહનો અને એક્સપોર્ટના મજબૂત આધાર પર સારી વૃદ્ધિ જાળવી રાખી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TVS Motor TVS selling TVS vehicles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ