ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને આવ્યું નવું અપડેટ, સેલરી, ફિટમેન્ટ ફેક્ટર અને એરીયરને લઈને શું બદલાશે?

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને આવ્યું નવું અપડેટ, સેલરી, ફિટમેન્ટ ફેક્ટર અને એરીયરને લઈને શું બદલાશે?

Last Updated: 05:01 PM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચે કેન્દ્રીય કર્મચારીઓના લાભો અને CGEGIS સ્કીમની માહિતી એકભેગી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ હજુ માત્ર ડેટા કલેક્શનનો તબક્કો છે. જેમાં કોઈ નવા લાભની જાહેરાત નથી કરાઈ.

1/6

photoStories-logo

1. 8મા પગાર પંચને લઈને અપડેટ

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચને લઈને એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જેમાં પગાર પંચે હવે કર્મચારીઓને મળતા વિવિધ લાભો અને સુવિધાઓની વિગતવાર માહિતી ભેગી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. આ માહિતીના આધારે પંચ પગાર, ભથ્થા અને બીજી સર્વિસ લાભોની સમીક્ષા કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોયી ગ્રુપ ઇન્શ્યોરન્સ સ્કીમ

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પંચે હવે સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોયી ગ્રુપ ઇન્શ્યોરન્સ સ્કીમ (CGEGIS) સંબંધિત માહિતી માંગી છે. આ સ્કીમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક ગ્રુપ વીમા યોજના છે. જેમાં વીમા કવર સાથે સેવિંગ્સનું પણ પ્રોવિઝન રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. CPWD

સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)એ 1 ઑક્ટોબર 2026ના રોજ આ અંગે એક ઓફિસ મેમોરેન્ડમ ઈશ્યુ કર્યું છે. જેમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હેઠળના વિભાગો અને કાર્યાલયો પાસેથી CGEGIS સંબંધિત ડેટા માંગવામાં આવ્યો છે. જેમાં CPWDએ સંબંધિત ઓફિસોને નક્કી કરેલ ફોર્મેટ Annexure-Mમાં આ માહિતી 9 ઑક્ટોબર સુધી મોકલવાના નિર્દેશ આપ્યા છે. પણ આનો અર્થ એ નથી કે CGEGIS હેઠળ મળતા લાભોમાં કોઈ વધારો કે ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં આ માત્ર માહિતી ભેગી કરવાની પ્રક્રિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 8મા પગાર પંચની રચના અને કાર્ય

કેન્દ્ર સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી. તેની અધ્યક્ષતા જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે. પંચમાં પ્રો. પુલક ઘોષ ભાગ-સમયના સભ્ય અને પંકજ જૈન સભ્ય-સચિવ તરીકે કામ કરી રહ્યા છે. જેમાં આ પંચનું કાર્ય કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર, ભથ્થા, નિવૃત્તિ લાભો અને બીજી સેવા શરતોની સમીક્ષા કરીને સરકારને ભલામણો આપવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. જમીની સ્તરે પણ ચર્ચા

પંચે પહેલાથી જ કર્મચારીઓ, પેન્શનર્સ, કર્મચારી સંગઠનો અને બીજા સ્ટેક હોલ્ડર પાસેથી સૂચનો મંગાવ્યા હતા. જેમાં સૂચનો મોકલવાની છેલ્લી તારીખ 15 જૂન 2026 સુધી વધારવામાં આવી હતી. હવે પંચ વિવિધ વિભાગો પાસેથી જરૂરી આંકડા ભેગા કરી રહ્યું છે અને જમીની સ્તરે પણ ચર્ચા કરી રહ્યું છે. પંચની વેબસાઇટ મુજબ ઑક્ટોબરમાં બેંગલુરુ અને મુંબઈમાં પણ બેઠકો યોજાવાની યોજના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડેટા કલેક્શન

CGEGIS સંબંધિત માહિતી માંગવામાં આવવી એ કર્મચારીઓ માટે મહત્વનું છે. કેમ કે આ સરકારી સેવા સાથે જોડાયેલા લાભોમાં સમાવેશ થાય છે. પરંતુ હાલમાં આનાથી વીમા કવરમાં વધારો કે કોઈ વધારાના લાભની જાહેરાત થઈ નથી. આને 8મા પગાર પંચની ચાલુ ડેટા કલેક્શન અને રીવ્યુ પ્રોસેસના ભાગ તરીકે જ જોવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

CGEGIS scheme 8th Pay Commission employees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ