બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

VTV / pm modi talk with youngsters asks question and tests

VIDEO / PM મોદીએ 80 વિદ્યાર્થીઓની લીધી 'પરીક્ષા', 'નો યોર લીડર' પ્રોગ્રામમાં ચર્ચા કરીને આપ્યાં સલાહ-સૂચનો

Hiralal

Last Updated: 05:55 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીએ પીએમ મોદીએ 'નો યોર લીડર' કાર્યક્રમમાં દેશભરના 80 વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમને સલાહ આપી હતી.

  • સુભાષચંદ્ર બોઝની  જન્મજયંતીએ પીએમ મોદીએ યુવાનો સાથે કરી વાતચીત 
  • 'નો યોર લીડર' પ્રોગ્રામમાં જાણી વિદ્યાર્થીઓની સમસ્યાઓ 
  • પીએમ મોદીએ વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને તેમને સલાહ પણ આપી 

નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતીએ સન્માનિત કરવા માટે પીએમ મોદીએ યુવાનો સાથે વાતચીત કરી હતી. 'નો યોર લીડર' કાર્યક્રમ માટે દેશભરના 80 જેટલા યુવાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌથી પહેલા પીએમ મોદીએ સેન્ટ્રલ હોલમાં તમામ યુવાઓ સાથે મુલાકાત કરી અને તે બાદ ખુલ્લી જગ્યામાં બેસીને ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ યુવાનોને ફક્ત સલાહ જ ન આપી પરંતુ તેઓ કેટલા સજાગ અને ઉત્સકુ છે તેની પણ પરીક્ષા લઈ લીધી. 

પીએમ મોદીએ છોકરા-છોકરીઓને કર્યા સવાલ 

પીએમ મોદીએ પૂછ્યું, આપણે સાથે રહ્યાંને 8-10 કલાકનો સમય થયો છે શું તમારામાંથી કોઈ વધારેમાં વધારે નામો કહી શકશો. આ પછી એક છોકરીએ હાથ ઊંચો કર્યો અને કહ્યું કે "હું વિશ્વ ભારતી યુનિવર્સિટી પશ્ચિમ બંગાળથી છું, તમે આ યુનિવર્સિટીના ચાન્સેલર છો. જવાબમાં પીએમ મોદી બોલ્યાં કે આ વાત તમે સવારે પણ કરી હતી. જ્યારે છોકરી એક મિત્રનું પણ નામ ન કહી શકી ત્યારે પીએમ મોદી બોલ્યાં કે ઘણી વાર આપણે કોઈ મિત્રને મળતા હોઈએ ત્યારે વધારે પડતી છૂટ લઈએ છીએ અને આ દરમિયાન આપણને કંઈ યાદ રહેતું નથી. જો આપણે સચેત મને સાંભળીએ તો ઘણું બધું યાદ રાખી શકીએ. પીએમ મોદીએ કહ્યું, "તે સમયે હું તમારી સાથે કનેક્ટ થઈ રહ્યો હતો. તમે જે વ્યક્તિને મળો છો તેનું નામ અને ચહેરો યાદ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. પાંચ વર્ષ પછી જો તમે કોઇની ઓળખ છતી કરશો તો તેને સારું લાગશે.

મોદીએ યુવાનોને પૂછ્યું નેતાજી પાસેથી શું શીખવા માગો છો 
ત્યારબાદ પીએમ મોદીએ પૂછ્યું કે તમે નેતાજી પાસેથી શું શીખવા માંગો છો? આના પર એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે તે નેતાજી પાસેથી કેવી રીતે આયોજન કરવું તે શીખવા માંગે છે.  વિદ્યાર્થીએ પીએમ મોદીને કહ્યું કે હું તમને મળવા માટે 2015 થી સપના જોઈ રહ્યો છું. હું નેતાજી પાસેથી સ્વપ્નો જોવાનું શીખું છું. ત્યારબાદ પીએમ મોદીએ સેન્ટ્રલ હોલ વિશે સવાલો પૂછ્યા અને ત્યાં આવેલા યુવાનોએ જવાબ આપ્યા.

સંકળાયેલા મુદ્દાઓ

pm modi talk video pm modi talk with youngsters પીએમ મોદી પીએમ મોદી વીથ ટોક PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ