બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / 'આરોપીઓ કોર્ટમાં અમારી સામે હસીને જાય છે', સુરત તક્ષશિલા કાંડના પીડિત બાપની વેદના
Last Updated: 05:07 PM, 26 May 2024
રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગતા 32 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગેમઝોનની ઘટનાએ તક્ષશિલા અગ્નિકાંડની ફરી બેદરકારીની યાદ અપાવી છે. રાજકોટ અગ્નિકાંડે તક્ષશિલા કાંડના મૃતકોના પરિવારજનોને હચમચાવી નાખ્યા છે, પાંચ વર્ષ બાદ પણ આરોપીઓ, તંત્ર અને વ્યવસ્થા સામે લડી રહેલા માતાપિતાએ પીડા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
તંત્ર જેવું કંઇ છે જ નહીં: દિનેશ કેવડીયા
ADVERTISEMENT
સુરતમાં મોતને ભેટેલી યશ્વી કેવડીયાના પિતા દિનેશ કેવડીયા દીકરીને યાદ કરી રડી પડ્યા હતા. તેમણે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે જણાવ્યું કે, રાજકોટની ઘટના જોઇ કાલે આખી રાતથી ઊંઘ આવતી નથી. તંત્ર જેવું કંઇ છે જ નહીં, ગુજરાતમાં આવું જ બનતું રહેશે. આજે પણ તક્ષશિલાના આરોપીઓ કોર્ટમાં અમારી સામે હસીને જાય છે. કોર્ટમાં ઉલ્ટું અમને ઉભા રાખી અમારા પર સવાલ ઉભા કરાય છે.
વાંચવા જેવું: ડેથઝોન પર NDRFની ટીમ પહોંચી, કાટમાળમાંથી મળી આવ્યા માનવ અવશેષો, બીયરના ટીન પણ મળ્યા!
'અમને જ સવાલ કરાય છે'
દિનેશ કેવડીયાએ જણાવ્યું કે, દીકરીની એટલી જ ચિંતા હતી તો ટ્યુશનમાં શા માટે મોકલી તેવા સવાલ કરાય છે. SITની રચના નાટકમાત્ર છે, પાલિકા કમિશનર અને હોદ્દેદારો જવાબદાર કહેવાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.