બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:00 PM, 26 May 2024
રાજ્યમાં હાલ તો ગરમીથી રાહત મળવાના કોઇ અણસાર જણાતા નથી. બે દિવસ બાદ પણ ગરમીમાં માત્ર નજીવો ઘટાડો થશે, તાપમાન 40ની નીચે જવાની હાલ કોઇ સંભાવના નથી
ADVERTISEMENT
બે દિવસ પછી બે થી ત્રણ ડિગ્રી જેટલો ગરમીમાં ઘટાડો થઇ શકે
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ બે દિવસ હિટ વેવ યથાવત રહેશે.. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સુકુ રહેશે.હજુ બે દિવસ ગરમી યથાવત રહેશે અને બે દિવસ પછી બે થી ત્રણ ડિગ્રી જેટલો ગરમીમાં ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં 44.2 ડિગ્રી નોંધાયું હતું. દિવસના તો ઠીક રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે.. જેથી લઘુત્તમ તાપમાન પણ ઉંચું ગયું છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યનાં વિવિધ સ્થળોએ સવારના 0830 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન#weather #WeatherUpdate #gujarat pic.twitter.com/PShMDLYHIO
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 26, 2024
કચ્છ, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ હિટવેવની આગાહી
આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ હિટ વેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ હિટવેવની આગાહી છે. આમ રાજ્યમાં હાલ તો ગરમીથી રાહત મળવાના કોઇ અણસાર જણાતા નથી.
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે ઉષ્ણ લહેર/ઉષ્ણ અને ભેજયુક્ત હવામાન ની ચેતવાણી pic.twitter.com/XWyubNmRWB
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 26, 2024
બે દિવસ બાદ પણ ગરમીમાં નજીવો ઘટાડો થવાની આગાહી છે.. પરંતુ જે રીતે આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે , તે જોતા બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો હાલ ખાસ કોઇ રાહત આપી શકે તેમ જણાતું નથી.
ગુજરાત રાજ્યનાં વિવિધ સ્થળોએ સવારના 0830 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન#weather #WeatherUpdate #gujarat pic.twitter.com/ueHQ9Zoip5
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 26, 2024
ગરમીથી બચવા એટલું અવશ્ય કરો
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં હજુય 3 દિવસ રહેશે અગનવર્ષા, સાથે અપાઇ હીટવેવની ચેતવણી, જાણો તાપમાનમાં ઘટાડો ક્યારે?
આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.