બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / કાશ..એક વખત સેફટીની ચકાસણી માટે પણ મુલાકાત કરી હોત!, રાજકોટના અધિકારીઓની મૂક તસવીર ઘણું બોલે છે
Last Updated: 05:56 PM, 26 May 2024
રાજકોટમાં શનિવારનો દિવસ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. TRP ગેમઝોનમાં લોકો બાળકો સાથે ફરવા ગયાં હતાં ગેમ રમવા ગયાં હતા. પરંતુ તેમની જ જિંદગી સાથે ગેમ રમાઈ ગઈ અને જોતજોતામાં અગનજ્વાળાઓમાં ભળભળ કરતી 34 જિંદગીઓ જીવતા જીવત આગમાં હોમાઈ ગઈ અને તેમને કોઈ બચાવી ન શક્યું અને વહીવટી તંત્ર દ્વારા દર વખતની જેમ ફરી ફરીને એજ તપાસ શબ્દ કહેવાયું. પરંતુ અમારી તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેમઝોનમાં અનેક અધિકારીઓ મુલાકાત લઈ ચુક્યા છે જેને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. જો આ અધિકારીઓએ એકવાર સેફ્ટીની પમ ચકાસણી કરી લીધી હોત તો કદાચ આવો કાળો દિવસ ન આવત
ADVERTISEMENT
શું અધિકારીઓની મીઠી નજર હતી?
ADVERTISEMENT
રાજકોટના TRP ગેમઝોનને લઇને મોટો ખુલાસા થઈ રહ્યાં છે. TRP ગેમઝોન પર અનેક અધિકારીઓની મીઠી નજર હોવાનો ખુલાસો થયો છે. પૂર્વ કલેક્ટર,પોલીસ કમિશનર,તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મુલાકાત લીધી હતી. વર્ષ 2022માં ગેમઝોનની મુલાકાત લઇ શુભેચ્છા આપી હતી. તત્કાલીન SP બલરામ મીણા અને DCP પ્રવીણ મીણાએ પણ હાજરી આપી હતી. અધિકારીઓના મુલાકાતની તસવીર સામે આવી છે. જે તસવીર બાદ લોકોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે
વાંચવા જેવુું: રાજકોટ ગેમઝોન બની ગયું ડેથઝોન ! 5 મૃતદેહોના DNA થયા મેચ, પરિવારને સોંપાશે મૃતદેહો
ક્યારે અટકશે અગ્નિકાંડનો આવો સિલસિલો ?
રાજકોટના અગ્નિકાંડની ઘટનાએ આજે ફરી સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદો તાજી કરી દીધી છે. હજૂ તો બે દિવસ પહેલા જ તક્ષશિલાકાંડની વરસી ગઈ અને તેના એક જ દિવસ પછી રાજકોટમાં અગ્નીકાંડની ઘટના બની છે. આવી દૂર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈ લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના વસવસા સાથે રોષ વ્યક્ત કર્યો છે. વચેટિયાઓના કારણે તપાસ કર્યા વગર મંજૂરી આપવામાં આવતી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ગેમઝોન જેવા સ્થળ પર દરરોજ તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવાય તેવી લોકોએ સરકાર સમક્ષ માગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.