બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'આ મોદી સરકારની નીતિની જીત' જમ્મુ-કાશ્મીરમાં થયેલા બમ્પર મતદાન બાદ અમિત શાહે કહી મોટી વાત
Last Updated: 03:29 PM, 26 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી માટે જમ્મુ-કાશ્મીરમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરની પાંચેય લોકસભા સીટો, શ્રીનગર, જમ્મુ, બારામુલ્લા, ઉધમપુર, અનંતનાગ-રાજૌરી પર મતદાન પૂર્ણ થઈ ગયું છ તેમજ શ્રીનગર, અનંતનાગ-રાજૌરી અને બારામુલ્લામાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વર્ષો પછી આ વિસ્તારોમાં આટલું મતદાન થયું. શ્રીનગર (38.49%), બારામુલ્લા (59.1%), અનંતનાગ-રાજૌરી (53%)માં મતદાન થયું . આ તરફ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સફળ મતદાનથી મોદી સરકારની કાશ્મીર નીતિ સાચી સાબિત થઈ છે. જ્યાં અલગતાવાદીઓએ પણ જબરજસ્ત મતદાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે ખાતરી આપી છે કે આ વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી 30 સપ્ટેમ્બર પહેલા યોજવામાં આવશે.
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી અંગે શું કહ્યું ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, એકવાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ જાય પછી સરકાર કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાનું કામ શરૂ કરશે. તેમણે વધુમાં કહ્યું, મેં સંસદમાં કહ્યું છે કે અમે વિધાનસભા ચૂંટણી પછી રાજ્યનો દરજ્જો આપીશું. તેમણે કહ્યું કે, બધુ યોજના મુજબ ચાલી રહ્યું છે. તૈયારીઓ વિશે માહિતી આપતા અમિત શાહે કહ્યું કે, અમે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. કારણ કે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અનામત આપી શકાય છે. કારણ કે આપણે તમામ જ્ઞાતિઓની સ્થિતિ (અનામત આપવા) વિશે જાણવું પડશે. શાહે વધુમાં કહ્યું કે, લોકસભાની ચૂંટણી (જમ્મુ-કાશ્મીરમાં) પણ પૂરી થઈ ગઈ છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. અમે સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા પહેલા પ્રક્રિયા પૂર્ણ કરીશું.
ADVERTISEMENT
મતદાનની ટકાવારી વધી
11 ડિસેમ્બર, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણીમાં કાશ્મીર ઘાટીમાં અપેક્ષિત કરતાં વધુ મતદાન અંગે શાહે કહ્યું કે તેઓ માને છે કે, ત્યાંના વલણમાં મોટો ફેરફાર થયો છે. તેમણે કહ્યું, મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક લોકોએ કહ્યું કે, ઘાટીના લોકો ભારતીય બંધારણમાં વિશ્વાસ નથી કરતા. પરંતુ આ ચૂંટણી ભારતીય બંધારણ હેઠળ યોજાઈ હતી કારણ કે કાશ્મીરનું બંધારણ હવે અસ્તિત્વમાં નથી. કાશ્મીરની કલમ 370 રદ્દ કરવામાં આવી. શાહે વધુમાં કહ્યું, જે લોકો અલગ દેશની માંગ કરી રહ્યા હતા જેઓ પાકિસ્તાન સાથે જવા માંગતા હતા તે બધા લોકોએ માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પરંતુ સંગઠન સ્તરે પણ ભારે મતદાન કર્યું હતું.
અમિત શાહે કહ્યું, લોકશાહીની જીત
કાશ્મીરમાં રેકોર્ડ વોટિંગ પર અમિત શાહે કહ્યું કે, આ લોકશાહીની મોટી જીત છે અને નરેન્દ્ર મોદી સરકારની કાશ્મીર નીતિની મોટી સફળતા છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણની ત્રણ બેઠકો - શ્રીનગર (38.49 ટકા), બારામુલ્લા (59.1 ટકા) અને અનંતનાગ-રાજૌરી (53 ટકા) કેટલાક દાયકાઓમાં સૌથી વધુ મતદાન થયું છે. શનિવારે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ભાજપે કાશ્મીર ખીણમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર કેમ ઉભા રાખ્યા નથી તો તેમણે કહ્યું કે, પાર્ટી હજી પણ ઘાટીમાં તેના સંગઠનને મજબૂત કરવા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું, અમે ભવિષ્યમાં અમારા ઉમેદવારો ઊભા કરીશું, અમારું સંગઠન વિસ્તરી રહ્યું છે અને અમારું સંગઠન મજબૂત થઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.