બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / KKR Vs SRH: જો ફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થાય તો કઈ ટીમ વિજેતા બનશે? જાણો નિયમ
Last Updated: 12:47 PM, 26 May 2024
આજે IPL 2024નો છેલ્લો દિવસ છે અને આ સિઝન 17ની ફાઇનલ મેચ આજે રમાશે. આ મેચ શ્રેયસ અય્યરની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પેટ કમિન્સની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કોલકાતા આજે ટ્રોફી જીતવામાં સફળ થાય છે, તો તે KKR માટે ત્રીજી ટ્રોફી હશે. બીજી તરફ હૈદરાબાદ આજે જીતશે તો તેના માટે આ બીજી ટ્રોફી હશે. ફાઈનલના ઉત્તેજના વચ્ચે કરોડો ચાહકોને એવી ચિંતા સતાવી રહી છે કે શું વરસાદના કારણે આજે મેચ રદ્દ થશે તો શું?
ADVERTISEMENT
🚗 Road to the #Final 🏆
— IndianPremierLeague (@IPL) May 25, 2024
Two incredible journeys 💜🧡
It's now time for one final destination to conquer ⏳#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/dvMm7sWX4P
ADVERTISEMENT
IPL 2024ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. આ સિઝનમાં બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને લીગ તબક્કા બાદ બંને ટીમો અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને રહી હતી. આ સિઝનમાં બંને ટીમના ખેલાડીઓએ ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું છે પણ આ ફાઇનલ મેચમાં વરસાદ વિક્ષેપ પાડી શકે છે.
જો આપણે IPL 2024ની ફાઈનલ મેચ પહેલા ચેન્નાઈના હવામાન પર એક નજર કરીએ તો ચેન્નાઈમાં 26મી મેના રોજ સાંજે વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 34 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. રિપોર્ટ અનુસાર દિવસભર વરસાદની 4% શક્યતા છે. આવી સ્થિતિમાં મેચ દરમિયાન વરસાદ ન પડે તેવી શક્યતા છે. જો કે, મેચના એક દિવસ પહેલા એટલે કે 25 મેના રોજ થોડો વરસાદ પડ્યો હતો, જેના કારણે KKR ટીમે તેનું છેલ્લું પ્રેક્ટિસ સેશન રદ કરવું પડ્યું હતું.
IPL ફાઇનલમાં વરસાદના કિસ્સામાં, અનુકૂળ હવામાનની આગાહી સાથે અનામત દિવસ નક્કી કરવામાં આવે છે. જો IPL 2024 ની ફાઇનલ મેચ વરસાદને કારણે વિક્ષેપિત થાય છે, તો મેચનું પરિણામ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન નિયમનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવશે. જો વરસાદના કારણે મેચ સંપૂર્ણપણે રદ્દ થશે તો તે સોમવારે રમાશે. આ મેચ જ્યાં રોકાઈ હતી ત્યાંથી શરૂ થશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ ચાલુ રહેશે તો IPL 2024નો વિજેતા પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવશે. તે કિસ્સામાં, પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સને વિજેતા જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.