બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / અમારા મૃત બાળકો પણ જોવા મળ્યા પણ રાજકોટમાં..'વડોદરા હરણી લેકના વાલીઓની આંખો થઈ ભીની
Last Updated: 06:08 PM, 26 May 2024
રાજકોટની દુર્ઘટનાએ વડોદરાના હરણી લેક બોટ દુર્ઘટનાની યાદ અપાવી છે.. રાજકોટની દુર્ઘટનાએ વડોદરાની હરણી તળાવ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને હચમચાવી નાખ્યો છે.
ADVERTISEMENT
હરણી બોટ દુર્ઘટનાનો પીડિત પરિવાર રાજકોટની ઘટનાથી વ્યથિત
રાજકોટની દુર્ઘટના અંગે જાણ્યા બાદ હરણી દુર્ઘટનામાં પોતાના પુત્ર વિશ્વ કુમારને ગુમાવનાર માછી પરિવાર ચોંધાર આંસુએ રડી પડ્યો હતો. તેમણે કહ્યું કે રાજકોટની ઘટનામાં મોત નહીં હત્યા થઇ છે..
ADVERTISEMENT
'આરોપીઓ તો જામીન પર છૂટી જશે'
બોટ દુર્ઘટનામાં પોતાના પુત્રને ગુમાવનાર મા-બાપે કહ્યું કે તે દુર્ઘટનામાં અમે મૃત બાળકનું મોં જોઈ શક્યા હતા, રાજકોટની દુર્ઘટનામાં તો એ પણ શક્ય બન્યું નથી. તેમણે કહ્યું ક્યાં સુધી હત્યાઓ થતી રહેશે. સુરક્ષાને કોરાણે મૂકવામાં આવે છે અને તેનો ભોગ નિર્દોષ લોકો બને છે. ન્યાય મળવાની આશા મૂકી દીધી છે. હરણી લેક દુર્ઘટનામાં આરોપીઓ જામીન પર છૂટી ગયા છે. આ દુર્ઘટનામાં પણ ગરીબોને ન્યાય નહીં મળે તેવી ચિંતા આ પરિવારે વ્યક્ત કરી..
જવાબદારીમાંથી છટકવા માટે ફોર્મ ભરાવતા હતા
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્રિકાંડ બાદ મોટો ખુલાસો થયો હતો. જેમાં ગેમ ઝોનનાં સંચાલકો જવાબદારીમાંથી છટકવા માટે ફોર્મ ભરાવતા હતા. જેથી કંઈ થાય તો જવાબદારીમાંથી છૂટી શકાય. તેમજ ફોર્મમાં દુર્ઘટનાં સર્જાય તો સંચાલકોની જવાબદારી નહી તેવો ઉલ્લેખ પણ કરવામા આવ્યો હતો. આ પ્રકારનું ફોર્મ ભરાવીને સંચાલકોનો છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફોર્મમાં દર્શાવવામાં આવેલી વિગતો નિયમો અનુસાર નહી. ફોર્મમાં સહી કરે તે ગેમઝોન પર કોઈ પણ પ્રકારનો દાવો ન કરી શકે તેવા નિયમો બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
યુવરાજસિંહે પોલીસ સામે હાથ અધ્ધર કર્યા
અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનનાં માલિક યુવરાજસિંહે પોલીસ સામે હાથ અધ્ધર કર્યા છે. અગ્નિકાંડની ઘટના કેમ ઘટી તે અંગે કોઈ ખ્યાલ ન હોવાનું યુવરાજસિંહે નિવેદન આપ્યું હતું કે, હું પોતે પાણીની લાઈન લઈ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું મીડલ ક્લાસ માણસ છું. મુખ્ય માલિક રાહુલ રાઠોડ છે. ગોંડલનો રાહુલ રાઠોડ માલિક અને રાજસ્થાનનો પ્રકાશ જૈન પાર્ટનર હોવાનો ખુલાસો થયો છે. રાહુલ રાઠોડ અને પ્રકાશ ઘટના બાદ પોલીસ પકડથી દૂર હતા. તેમજ ગેમિંગ ઝોનનાં મેનેજર યજ્ઞેશ પાઠકે ફાયર વિભાગને કોલ કર્યો હતો. તેમજ પોલીસે મેનેજરની પૂછપરછ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.