ન્યૂઝ અપડેટ્સ
VTV / pm modi inaugurate garvi gujarat bhavan in delhi
ADVERTISEMENT
PM મોદીનું સંબોધન
ADVERTISEMENT
ગરવી ગુજરાત ભવનના લોકાર્પણ પ્રસંગે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલ સમારોહમાં પ્રધાનમંત્રીએ મોદીએ ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી હતી. આ સાથે જ ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવતા ગુજરાત ભવનમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Prime Minister Narendra Modi after inauguration of Garvi Gujarat Bhawan in Delhi: I am seeing some of you after several years...Anyone could've cut the ribbon. But I am glad that I got this opportunity as I am able to meet you all. pic.twitter.com/6Y80W9hmsN
— ANI (@ANI) September 2, 2019
ADVERTISEMENT
આ સાથે જ તેમણે ગુજરાતીઓની આદત વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતી જો ગુજરાતમાં હોય તો શનિ-રવિ બહાર જમવા જાય અને મેક્સિકન, પંજાબી, સાઉથ ઇન્ડિય વાનગી શોધે અને જે તે ગુજરાત બહાર જાય તો ત્યાં ગુજરાતી વાનગી પહેલા શોધે.
ADVERTISEMENT
CM રૂપાણીનું સંબોધન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના તત્કાલિન મુખ્મયંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના કાર્યકાળને યાદ કર્યો હતો. આ સાથે જ ગુજરાત ભવનના નિર્માણની સમગ્ર પ્રક્રિયાની ઝાંખી કરાવી હતી. આ સાથે જ ગુજરાતના વિકાસ અંગેની વાતો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.
ADVERTISEMENT
આવું છે 'ગરવી ગુજરાત ભવન'?
Delhi: Prime Minister Narendra Modi inaugurates Garvi Gujarat Bhawan. Gujarat Chief Minister Vijay Rupani & Deputy Chief Minister Nitin Patel also present. pic.twitter.com/wOIH3nhrog
— ANI (@ANI) September 2, 2019
ADVERTISEMENT
25 સપ્ટેમ્બર 2017ના દિવસે CM રૂપાણીએ શિલાન્યાસ કર્યો હતો. એક ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર છે જ્યારે આ બીજું અકબર રોડ પર બન્યું છે. અકબર રોડ અત્યાર સુધી કોંગ્રેસ મુખ્યાલયથી ઓળખાતો હતો. અકબર રોડ પર VIP લોકોના નિવાસ સ્થાન છે જ્યાં ગરવી ગુજરાત ભવન બન્યું છે. 131 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેનાથી ઓછા બજેટમાં બન્યું ભવન.
ADVERTISEMENT

7 હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે આ ભવ્ય ભવન
ગુજરાત ભવનમાં ઈકો ફ્રેન્ડલી સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 7 હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે વૈભવી ગરવી ગુજરાત ભવન. નવી ઈમારત ગુજરાતની આધુનિકતા અને પરંપરા પર આધારિત છે. ગરવી ગુજરાત ભવનની ઈમારત કુલ 7 માળની છે અને સુંદર ડિઝાઈનથી બની છે. ભવનમાં હરિયાળી અને વોટર હાર્વેસ્ટિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
.jpg)
21 મહિનામાં આકાર પામ્યું ગુજરાત ભવન
માત્ર 21 મહિનામાં નેશનલ બિલ્ડિંગ્સ કંસ્ટ્રક્શન કોર્પોરેશને ભવનનું નિર્માણ કર્યું. VIP લોંજ, બહુઉપયોગી હોલ સાથે ગરવી ગુજરાત ભવનમાં કુલ 79 રૂમ છે. બહુઉપયોગી હોલમાં એક સાથે 200 જ્યારે ડાઈનિંગ હોલમાં 75 લોકો બેસી શકે છે. નવા ગુજરાત ભવનમાં ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણી શકાશે. હાલનું ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર છે અને 1400 વર્ગમીટરમાં બનેલું છે. ગુજરાતની જરૂરિયાતો વધી એટલે 2 વર્ષ પહેલા નવા ભવનનો શિલાન્યાસ થયો. ભવન માટે જમીન કેન્દ્ર સરકારે આપી છે અને નિર્માણ ખર્ચ ગુજરાત સરકારે કર્યો.

ગુજરાત ભવનનું નિર્માણ આગરા અને ધૌલપુરના પથ્થરોથી કરવામાં આવ્યું છે. ભવનમાં અત્યાધુનિક 19 સ્યૂટ રૂમ, 79 રૂમ, બિઝનેસ હોલ અને કોંફ્રેસ હોલ છે. લાયબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં અને ડાઈનિંગ હોલની સુવિધા પણ રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો