બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi, In Meet On Covid, Urges Wearing Masks, Increased Testing

મહામારી / 'કોરોના હજુ ખતમ થયો નથી, બધા લોકોને માસ્ક પહેરતા કરો', PM મોદીએ છોડ્યો મોટો હુકમ

Hiralal

Last Updated: 08:50 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાનું સંકટ વધતા પીએમ મોદીએ આજે મંત્રીઓ અને અધિકારીઓ સાથે લગભગ 2 કલાક સુધી મીટિંગ યોજીને સમીક્ષા કરી હતી.

  • પીએમ મોદીએ કોરોના મામલે બે કલાક કરી હાઈ લેવલ મીટિંગ
  • અધિકારીઓ અને રાજ્યોને આપ્યા આદેશ
  • બધા લોકોને માસ્ક પહેરવાનું કહો
  • જિનોમ સિકવન્સિંગ વધારો 

પીએમ મોદીએ કોરોના મામલે મંત્રીઓ અને અધિકારીઓની એક હાઈ લેવલ મીટિંગ કરી હતી. બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને મોટા આદેશ આપ્યાં હતા. પીએમ મોદીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી."કોવિડ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહો. તેમણે રાજ્યોને ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ્સ, વેન્ટિલેટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારી સુનિશ્ચિત કરવા માટે ઓડિટ કરવાની સલાહ આપી હતી.

દરેકને માસ્ક પહેરવાનું કહો- પીએમે અધિકારીઓને કહ્યું 
પીએમ નરેન્દ્ર મોદીએ કોવિડને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાની પણ તાકીદ કરી હતી. છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય વિમાનમથકો અને અન્ય સ્થળોએ તકેદારી વધારવી જોઈએ. પીએમ મોદીએ જિનોમ સિક્વન્સિંગ અને ટેસ્ટિંગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે મજબૂત સર્વેલન્સની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે દરેકને માસ્ક પહેરવાનું પણ કહ્યું છે.

માંડવિયાએ પણ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી 
ગઈકાલે આરોગ્ય મંત્રી માંડવિયાએ પણ એક ઉચ્ચ લેવલની બેઠક કરી હતી જેમાં તેમણે લોકોને સલાહ આપી હતી કે કોરોના વાયરસના ચેપને રોકવા માટે નિયમોનું પાલન કરો, ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરો. આ સાથે જ વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનમાં કોવિડની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

રાજ્યોએ પણ પોતપોતાની રીતે તૈયારીઓ શરુ કરી 
કોરોના વાયરસના ખતરાને જોતા દિલ્લી, પંજાબ સહિત ઘણા રાજ્યોએ પણ બેઠક કરી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ ગુરુવારે  રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ઇમરજન્સી બેઠક બોલાવી છે. કર્ણાટકે પણ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

corona india india corona pm high level meeting on corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા પીએમ હાઈ લેવલ મીટિંગ pm high level meeting on corona
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ