બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi addressee nationa today 8 pm

સંબોધન / PM મોદી આજે રાત્રે 8 વાગ્યે કરશે રાષ્ટ્રજોગ સંબોધન, લૉકડાઉન મુદ્દે કરી શકે છે જાહેરાત

Published By: Bhushita

Last Updated: 02:16 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં લોકડાઉન 4ને લઈને અનેક પ્રકારની અટકળો આવી રહી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. 17મેએ પૂરું થનારા લોકડાઉનને લઈને પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. આ સાથે જ ગઈકાલે પીએમ મોદીના રાજ્યના સીએમ સાથે થયેલી મીટિંગમાં 4 રાજ્યોએ લોકડાઉનને લંબાવવાની માંગણી કરી હતી.

  • PM મોદી આજે કરશે રાષ્ટ્રને સંબોધન
  • આજે રાષ્ટ્રને સંબોધશે PM મોદી
  • લોકડાઉનને લઈને PM મોદી કરી શકે છે મોટી જાહેરાત

લોકડાઉન પાર્ટ 3 પછી શું થશે તેમ જ રાજ્યોમાં કોરોનાને લઈને શું સ્થિતિ છે તે જાણવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. સમાચાર આવી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો લોકડાઉન ખુલ્લું રહેશે તો બહારથી લોકો બિહાર આવશે અને કોરોનામાં સંકટ વધશે.

5 રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન વધારવા માંગ કરી છે

મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ અને બંગાળના સીએમઓએ પીએમ મોદી પાસે લોકડાઉન વધારવા માંગ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે લોકડાઉન વધાર્યા વગર આગળ વધવું શક્ય નથી. તેલંગણા CMએ લોકડાઉન વધારવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે પેસેન્જર ટ્રેન ચલાવીને કોરોના સંક્રમણનું જોખમ છે. આ સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે રેડ ઝોનને ગ્રીન ઝોનમાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે લોકડાઉન વધારાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે લોકોના જીવ બચાવવા જરૂરી છે, ત્રણ મહિના માટે આર્થિક સહાય આપવી જોઈએ. કેપ્ટન અમરિન્દરે કહ્યું કે પરીક્ષણ માટે રણનીતિ બનાવવી જોઈએ

સંકળાયેલા મુદ્દાઓ

PM modi address nation lockdown પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધન લોકડાઉન સંબોધન LOCKDOWN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ