બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ તારીખે જાહેર થશે PM કિસાન યોજનાનો 17મો હપ્તો

તમારા કામનું / કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ તારીખે જાહેર થશે PM કિસાન યોજનાનો 17મો હપ્તો

Last Updated: 06:03 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Yojana 17th Installment: PM કિસાન લાભાર્થીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. કરોડો ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડીયે 17મો હપ્તો જાહેર કરવામાં આવશે.

PM કિસાન લાભાર્થીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. કરોડો ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે 17મો હપ્તો જાહેર કરી દેવામાં આવશે. હકીકતે સરકારે PM કિસાનનો 17મો હપ્તો જાહેર કરવાની તારીખ ફાઈનલ કરી દીધી છે.

farmer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડીયે 18 જૂને બનારસથી PM કિસાન યોજનાના 17માં હપ્તાની જાહેરાત કરશે. તેના હેઠળ 9.3 કરોડ ખેડૂતોને લગભગ 20,000 કરોડની રકમ આપવામાં આવશે.

જાણો આ યોજના વિશે

જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની સૌથી મોટી DBT યોજના છે. જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મળતી 6000ની રકમનો ઉપયોગ ખેડૂત પોતાની ખેતી સંબંધિત જરૂરિયાત જેમ કે ખાતર, બીજ, કીટનાશક દવાઓ વગેરે ખરીદવા માટે કરી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં પોતાનો ખર્ચ ઓછો કરી વધારે નફો પ્રાપ્ત કરી શકે.

PM-Modi

PM બનતાની સાથે જ કર્યા હતા હસ્તાક્ષર

સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ સોમવારે સૌથી પહેલા જે ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા તે PM કિસાન નિધિનો 17મો હપ્તો જાહેર કરવાની હતી.

વધુ વાંચો: ATM માંથી રૂપિયા ઉપાડવા મોંઘા પડશે! જાણો કેટલા રૂપિયાનો વધારો થશે

અધિકારીઓએ જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યું છે કે નવી સરકારનો પહેલો નિર્ણય ખેડૂતોના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આવનાર સમયમાં સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધારે કામ કરતા રહેવું જોઈએ. મોદીએ રવિવારે સાંજે સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Farmer PM કિસાન યોજના PM Kisan Samman Nidhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ