ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Philipsનો પહેલો 5G ફોન ભારતમાં થશે લોન્ચ, 64MP કેમેરા અને 120Hz ડિસ્પ્લે સાથે મળશે ધમાકેદાર ફીચર્સ

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / Philipsનો પહેલો 5G ફોન ભારતમાં થશે લોન્ચ, 64MP કેમેરા અને 120Hz ડિસ્પ્લે સાથે મળશે ધમાકેદાર ફીચર્સ

Last Updated: 07:37 PM, 1 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફિલિપ્સ કંપની 2 સપ્ટેમ્બરે ભારતમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. એમેઝોન પર ટીઝ થયેલા આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે, 64MP AI કેમેરા, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને IP64 રેટિંગ જેવા શ્રેષ્ઠ ફીચર્સ મળશે.

1/5

photoStories-logo

1. Philipsનો પહેલો 5G ફોન ભારતમાં થશે લોન્ચ, 64MP કેમેરા અને 120Hz ડિસ્પ્લે સાથે મળશે ધમાકેદાર ફીચર્સ

ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે જાણીતી કંપની ફિલિપ્સ (Philips) ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ધમાકેદાર પુનરાગમન કરવા જઈ રહી છે. કંપની ભારતમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી ચૂકી છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર લાઈવ થયેલી વિશેષ માઈક્રોસાઈટ અનુસાર, આ નવો 5G સ્માર્ટફોન ભારતમાં 2 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આકર્ષક ડિઝાઈન અને કલર વેરિઅન્ટ્સ

એમેઝોન પર સામે આવેલા ટીઝર મુજબ, આ ફોન બ્લેક, ગ્રે અને વ્હાઈટ એમ ત્રણ આકર્ષક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. ફોનની બેક પેનલ પર ઉપરની તરફ વર્ટિકલ શેપમાં ડ્યુઅલ કેમેરા મોડ્યુલ અને એલઈડી ફ્લેશ આપવામાં આવી છે. કર્વ્ડ એજિસ (ગોળાકાર કિનારીઓ) અને પંચ-હોલ ડિસ્પ્લે સાથે આવતા આ હેન્ડસેટની નીચેના ભાગમાં ફિલિપ્સનું બ્રાન્ડિંગ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દમદાર ડિસ્પ્લે અને કેમેરા ફીચર્સ

ફિલિપ્સના આ નવા 5G ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે, જે સ્મૂધ વિઝ્યુઅલ એક્સપિરીયન્સ આપશે. ફોટોગ્રાફી માટે બેક સાઈડમાં 64 મેગાપિક્સલનો AI પ્રાઈમરી કેમેરા અને સેલ્ફી તથા વિડિયો કોલિંગ માટે આગળના ભાગમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રેમ, સ્ટોરેજ અને અન્ય સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોન 6GB અને 8GB રેમ વિકલ્પો તેમજ 128GB અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવશે. મનોરંજન માટે તેમાં 'અલ્ટ્રા મેક્સ ઓડિયો' સપોર્ટ સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ધૂળ અને પાણીના છાંટાથી રક્ષણ માટે ફોનને IP64 રેટિંગ મળેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ઓફિશિયલ નામની જાહેરાત કરી નથી

જોકે, કંપનીએ હજુ સુધી મોડેલના ઓફિશિયલ નામની જાહેરાત કરી નથી, પરંતુ અગાઉના લિસ્ટિંગ મુજબ તેનું નામ Philips S7221 હોવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Philips Philips5G Smartphones
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ