ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / pfizer and moderna are full with orders now india wait for vaccine is long and uncertain

મોટા સમાચાર / ફાઈઝર અને મોર્ડના પાસે ઓર્ડર ફુલ, ભારતને રસી માટે જોવી પડશે લાંબી રાહ, હાલ મળવાની શક્યતા નહીં

Published By: Dharmishtha

Last Updated: 07:55 AM, 25 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈઝર હોય કે મોર્ડના અમે કેન્દ્રના સ્તર પર વાતચીત કરી રહ્યા છીએ. બન્ને કંપનીઓની પાસે પહેલાથી ઓર્ડર ફુલ છે.

ADVERTISEMENT

  •  રસીની અછતને કારણે ભારત સરકારે યુ ટર્ન લીધો
  • આ દેશોને 2023 સુધી લાખો ડોઝ સપ્લાય કરવા માટે બંધાયેલી છે બન્ને કંપનીઓ
  • બન્ને કંપનીઓની પાસે પહેલાથી ઓર્ડર ફુલ છે

 રસીની અછતને કારણે ભારત સરકારે યુ ટર્ન લીધો

3 ફેબ્રુઆરીએ ભારતીય દવા નિયામકે ફાઈઝરની એમઆરએનએ રસીને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. આ બાદ ફાઈઝરે પોતના એપ્લિકેશન પાછી લઈ લીધી હતી. પરંતુ જ્યારે એપ્રિલમાં કોરોનાની બીજી લહેર ભારતમાં ફરી વળી તો રસીની અછતને કારણે ભારત સરકારે યુ ટર્ન લીધો.

રસીને અમેરિકા યુકે, ઈયૂ, જાપાન અને ડબ્લ્યૂએચઓે મંજૂરી આપી ચૂકી છે

13 એપ્રિલે સરકારે જાહેરાત કરી કે જે રસીને અમેરિકા યુકે, ઈયૂ, જાપાન અને ડબ્લ્યૂએચઓે મંજૂરી આપી ચૂકી છે તે ભારતમાં બીજા કે ત્રીજા ટ્રાયલ માટે બંધાયેલા નથી. સરકારની જાહેરાત લગભગ દોઢ મહિના પહેલા થઈ પરંતુ હજું સુધી ફાઈઝર અને મોર્ડના જેવી કોઈ વિદેશી રસી કંપની સાથે ભારતના કરાર નથી થયા.  3 મેથી 24 મેની વચ્ચે ભારતમાં કોરોનાથી 1, 49, 017 મોત થયા. રસીની અછતથી દેશભરમાં રસીકરણની સ્પીડ ધીમી થઈ છે કાં બંધ કરવી પડી છે. ત્યારે એવુ નથી લાગતુ કે ફાઈઝર અથવા મોર્ડનાની રસીજ જલ્દીથી મળે.  એક અખબાર મુજબ ભારતની પહેલા કેટલાક દેશોએ આ કંપનીઓને મોટા ઓર્ડર આપ્યા છે. ડિસેમ્બર 2020માં સપ્લાય શરુ કરનારી અમેરિકન કંપનીઓ આ દેશોને 2023 સુધી લાખો ડોઝ સપ્લાય કરવા માટે બંધાયેલી છે.

બન્ને કંપનીઓની પાસે પહેલાથી ઓર્ડર ફુલ છે

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આના વાર હામી ભરી કે જોઈન્ટ સેક્રેટ્રી લવ અગ્રવાલે કહ્યુ કે ફાઈઝર હોય કે મોર્ડના અમે કેન્દ્રના સ્તર પર વાતચીત કરી રહ્યા છીએ. બન્ને કંપનીઓની પાસે પહેલાથી ઓર્ડર ફુલ છે. આ તેમના સરપ્લસ પર નિર્ભર કરે છે કે તે ભારતને કેવી રીતે રસીનો સપ્લાય કરશે. તે ભારત સરકારની પાસે પાછી આવશે અને એ સુનિશ્ચિત કરશે કે તે કેવી રીતે રાજ્યોને રસીનો સપ્લાય કરી શકે છે.

ફાયઝરની પાસે કેટલા ઓર્ડર છે

અમેરિકા-  ગત વર્ષ જૂનમાં અમેરિકાએ શરુઆતમાં 10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. આ સાથએ 50 કરોડ ડોઝ વધારે જોડ્યા હતા. તેમજ ડિસેમ્બરમાં અને આ ફેબ્રુઆરીમાં 10-10 કરોડ વધુ રસીનો ઓર્ડર આપ્યો.

યુરોપીયન યૂનિયન-  તમામ કરારોને મેળવતા ફાઈઝર યૂરોપીય યૂનિયનને 240 કરોડની આસપાસ રસીના ડોઝ આપશે. 

તેમજ ફાઈઝર યૂકેને 3 કરોડ, આ મહિને જાપાને 1 કરોડ 20 લાખ અને ઓગસ્ટમાં કેનેડા સાથે કરાર કર્યા છે. જેને લઈને કોઈ  જાણકારી નથી. જાન્યુઆરીમાં 2021માં ફાયઝર 4 કરોડ ડોઝ કોવૈક્સ પ્રોગ્રામ માટે તૈયાર કરી ચૂક્યુ છે.

મોર્ડના પાસે કેટલા ઓર્ડર 

અમેરિકા- ઓગસ્ત 2020માં અમેરિકા 10 કરોડ રસીના શરુઆતમાં  ઓર્ડર આપ્યા હતા. આ સાથે 40 કરોડ ડોઝ અને હજું વધારે ખરીદવાનો વિકલ્પ રાખ્યા બાદ ડિસેમ્બર2020 અને ફેબ્રુઆરી 2021માં 10-10 કરોડનો ઓર્ડર આપ્યો છે.

યુરોપીયન યૂનિયન- ગત નવેમ્બરમાં ઈયૂએ ઓર્ડર્નાએ 8 કરોડ રસીના ઓર્ડર આપ્યા છે. ઈયૂ અને મોર્ડનાની વચ્ચે જે કરાક થયા છે તે મુજબ ઈયુને 8 કરોડ નો ઓર્ડર આપ્યો હતો. એ બાદ 17 ફેબ્રુઆરીએ વધુ દોઢ કરોડનો ઓર્ડર આપ્યો છે અને આગળ દોઢ કરોડ ખરીદવાની વાત થઈ છે.

આ ઉપરાંત બ્રિટને 70 લાખ, જાપાને 5 કરોડ, કેનેડાએ 4 કરોડ 40 લાખ, સાઉથ કોરિયાએ 4 કરોડ અને ઓસ્ટ્રેલિયાએ અઢી કરોડ રસીના ઓર્ડર આપ્યા છે.  આ સાથે મોર્ડના 2021ના ચોથા ક્વાર્ટર સુધી કૌવેક્સ પ્રોગ્રામ માટે 3 કરોડ ચાલીસ લાખ ડોઝ આપશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Pfizer moderna કોરોના વાયરસ ફાઈઝર મોર્ડના coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ