ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / pewdiepie-turns-out-to-become-the-indian-company-youtube-channel-number-1-subscribers-in-millions

NULL / PewDiePieને પછાડી આ ભારતીય કંપની બની ગઈ યુટ્યુબ ચૅનલ નંબર 1, સબસ્ક્રાઈબર્સ કરોડોમાં

Published By: vtvAdmin

Last Updated: 09:25 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Youtube પર નંબર 1 ચેનલ બનવાની જંગ છેલ્લાં કેટલાંક મહિનાઓથી ઘણી વધી ગઈ હતી. આખરે PewDiePieને પાછળ છોડીને યુટ્યુબ પર ભારતીય મ્યુઝિક કંપની T-Series નંબર વન બની ગઈ છે. હાલના કેટલાંક સપ્તાહોમાં દરરોજ નંબર-1 અને નંબર-2 પર આ બંને ચેનલો બદલાતી રહેતી હતી. કેટલાંક હજાર સબસ્ક્રાઈબર્સનો ફરક રહેતો, પરંતુ વે આ બંને ચેનલમાં ઠીક-ઠીક ફરક આવી ગયો છે. 

આ લખાય છે ત્યાં સુધી YouTube પર T-Seriesના 91,813,306 સબસ્ક્રાઈબર્સ છે, જ્યારે PewDiePie યુટ્યુબ ચૅનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 91,731,398 છે. હવે આ બંને વચ્ચે આશરે  80000 સબસ્ક્રાઈબર્સનો તફાવત છે. તમારી જાણ ખાતર PewDiePie સ્વિડનની એક યુટ્યુબ ચૅનલ છે જેને ફેલિક્સ નામનો એક શખ્સ ચલાવે છે. 
 
Image result for T-Seriesએ PewDiePie


PewDiePie સતત કેટલાંક વર્ષોથી YouTubeની નંબર વન ચેનલ રહી હતી. સોશ્યલ મીડિયા પર સતત આ બંનેના ફેન્સ એક બીજા માટે પ્રચાર કરતા રહ્યાં. ત્યાં સુધી કે સ્વિડનમાં આ શખ્સના સમર્થનમાં ઠેર-ઠેર પોસ્ટર્સ લગાવાયા અને મર્ચન્ડાઈઝ પણ વેચવામાં આવ્યાં. કેટલાંક હૅકર્સે હૅકિંગ દ્વારા આ ચૅનલને સબસ્ક્રાઈબ કરવાની અપીલ પણ કરી છે. 

આ જ રીતે ભારતમાં પણ લોકો સોશ્યલ મીડિયા પર T-Series સબસ્ક્રાઈબ કરવા માટે અપીલ કરતા રહ્યાં. યુટ્યુબ પર કેટલાંય લોકો આ બે ચૅનલ્સના રિયલ ટાઈમ સબસ્ક્રાઈબર્સ દેખાડતાં રહ્યાં તો કેટલાંક ડેડિકેટેડ વેબસાઈટ બનાવીને પણ આ બંને યુટ્યુબ ચેનલોના રિયલ ટાઈમ સબસ્ક્રાઈબર્સ બતાવતા રહ્યાં. 

વીડિયો વ્યૂઝના મામલે જો કે ભારતીય મ્યુઝિક કંપની T-Seriesએ PewDiePie ચૅનલને પહેલાં જ પાછળ છોડી દીધી હતી. થોડાં સમય પહેલાં સુધી T-Seriesના વીડિયો વ્યૂઝ 53 અબજથી વધારે હતાં જ્યારે PewDiePieના વીડિયો વ્યૂઝ 19 અબજ હતાં.
 
Image result for T-Seriesએ PewDiePie

ઉલ્લેખનીય છે કે PewDiePieએ શરૂઆતમાં ગૅમિંગ વીડિયોઝ અપલોડ કરવાના શરૂ કર્યા હતાં. જો કે હવે તે અલગ અલગ કૅટેગરીના વીડિયોઝ બનાવે છે અને યુટ્યુબ પર લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ