ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Archives / panchayat-elections-to-be-held-in-many-district-taluks-of-gujarat

NULL / ગુજરાતના અનેક જિલ્લા-તાલુકામાં આજે પંચાયતની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામશે જંગ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પાટણમાં જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. ચૂંટણી થાય તે પહેલા કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના મેન્ડેટ પર બાબુજી ઠાકોરે પ્રમુખ પદ માટે ઉમાદવારી નોંધાવી છે. બાબુજી ઠાકોર સામે કોંગ્રેસના જ અન્ય સભ્યે પણ ઉમેદવારી નોંધાવી છે.

ભાજપનો ટેકો લઈને આરોગ્ય સમિતિના સભ્ય વિનુભાઈ પ્રજાપતિએ બાબુજી ઠાકોર સામે ઉમેદવારી નોંધાવી છે. ભાજપનો ટેકો મળતા પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી નિકળે તેવી શક્યતા છે. મહત્વનુ છે કે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર પાટણ રાધનપુર અને શંખેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે.



ઉલ્લેખનીય છે કે આ સાથે સુરેદ્રનગરમાં આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવવાની છે. પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંટાયતની ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયત સહિત 10 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાશે. મહત્વનુ છે કે ધ્રાંગધ્રા લીંબડી ચુડા લખતર અને સાયલાની તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે. જ્યારે વઢવાણ ચોટીલા પાટડી મુળી અને થાન તાલુકા પંચાયત ભાજપની પાસે છે.

બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાશે. બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં આંતરિક વિવાદ હોવાના કારણે સત્તા ગુમાવવી પડે તેવી શkયતા છે. બોટાદમાં 4 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાશે. જેમાથી ગઢડા અને બોટાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ બિનહરિફ સત્તા મેળવી છે. જ્યારે રાણપુર બરવાળા તાલુકા પંચાયતમા ભાજપને સત્તા મળે તેવી શકયતા છે.

જામનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતમા કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી રહેશે. 24 બેઠકોવાળી જિલ્લા પંચાયતમા કોંગ્રેસ પાસે 17 સભ્યો છે. આ સભ્યોમાંથી 3 સભ્યોએ ભાજપને સમર્થન આપ્યુ છે. સભ્યોના બળવો કરવા બાદ પણ કોંગ્રેસ બહુમતીથી સરકાર બનાવી શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા નયનાબેન માધાણીને પ્રમુખ બનાવવામાં આવી શકે છે.

આ તરફ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાવવાની છે. સુરત જિલ્લા પંચાયત ભાજપ તરીકે પ્રીતિબેન પટેલે મેન્ડેટ આપ્યુ છે. ઉપપ્રમુખ તરીકે હિતેદ્રસિંહ વંશિયાએ મેન્ડેટ આપ્યુ છે. સુરતની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી ન કરવામાં આવતા ભાજપ બિનહરીફ થશે. તો નર્મદા જિલ્લા પંચાયતમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે.



પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે.જોકે ભાજપ કોંગ્રેસ વચ્ચે JDUએ પણ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ તરફથી દામુ વસાવાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. અને ભાજપના કિરણ વસાવાએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યુ છે.. તો JDUમાંથી વનીતાબેન વસાવાએ દાવેદારી કરી છે.

આપને જણાવી દઇએ કે અરવલ્લીમાં જીલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાશે. 6 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતમા કોંગ્રેસ માટે જૂથવાદ પડકાર બની શકે છે.. આ ચૂંટણીમાં કોગ્રેસમાંથી બળદેવ ઠાકોર અને હંસાબેન પરમારે મેન્ડેડ વિના પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપના ઉમેદવારો મેદાનમા ઉતારતા ચૂંટણી રસાકરીવાળી બની શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ