બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Pakistan: Sindh lawmakers call for special prayers to combat flies

લો, બોલો / માખીઓ સામે પાક. લડી શકતું નથી અને ભારતને યુદ્ધની ધમકીઓ આપે છે, જુઓ આ હાલત

Kavan

Last Updated: 10:49 PM, 27 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ કૂટનીતિક સ્તર પર ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. ત્યાર બાદ પાકિસ્તાન દ્વારા રોજ નવી ધમકીઓ આવે છે. પાક. પ્રધાનમંત્રી ઈમરાન ખાન તો ભારતને એટમી (પરમાણુ) યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. આવામાં પાકિસ્તાનનો એક પ્રદેશ એવાં આતંકથી હેરાન થઈ રહ્યો છે અને સામે ભારતને ધમકી આપી રહ્યો છે તે જાણીને હસવું આવી જશે.

જે દેશ લોકોને માખીઓથી બચાવી શકતો નથી અને યુદ્ધની વાતો કરે છે

હકીકતમાં પાકિસ્તાન ખુદ પોતાના સિંધ પ્રાંતમાં લોકોને માખીઓથી બચાવી શકતું નથી. આવામાં વિચારો કે જે દેશ લોકોને માખીઓથી બચાવી ન શકે તે પરમાણુ યુદ્ધની ધમકીઓ આપે તે કેટલું માનવામાં આવે. 

માખીનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં

પાકિસ્તાનના સિંધ પ્રાતમાં માખીઓથી લોકો એટલી હદે પરેશાન છે કે આ મામલો ન માત્ર વિધાનસભામાં ઉઠ્યો પરંતુ આ માખીઓથી મુક્તિ મેળવવા માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી. અખબાર 'જંગ'ના રિપોર્ટ અનુસાર આ જાણકારી આપવામાં આવી છે. 

માખીના ખાત્મા માટે વિધાનસભા સ્પીકરે કરાવી દુઆ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય નુસરત સહર અબ્બાસીએ કહ્યું કે જે રીતે સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે વરસાદ આવે તો પાણી આવે જ. એ રીતે જ નિવેદન અપાયું કે જ્યારે વરસાદ આવે તો માખીઓ પણ આવે જ. કરાચીથી કાશ્મોર સુધી રાજ્યમાં દરેક જગ્યાએ માખીઓએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાંખ્યું છે. જેના ખાત્મા માટે વિધાનસભા અધ્યક્ષે દુઆ કરાવી. 

કરાચીમાં માખીઓના આતંકની ફરિયાદ

અખબારના રિપોર્ટ અનુસાર એક અન્ય ધારાસભ્ય રાણા અનસારે કરાચીમાં માખીઓના આતંકની ફરિયાદ કરી અને તેનાથી છૂટકારા માટે વિશેષ દુઆ કરવાની વિનંતી કરી. જ્યારે ધારાસભ્ય ખુર્રમ શેર જમાને કહ્યું કે ઈદ ઉલ અજહામાં જાનવરોની કુરબાની અને વરસાદ બાદ કરાંચીમાં હાલત ખરાબ થઈ ગઈ છે. બીમારીઓ વધી ગઈ છે. મુખ્યમંત્રી જણાવે છે કે તેમણે આ સમસ્યાના નિવારણ માટે શું પગલાં લીધાં. જ્યારે સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે પ્રદેશમાં ફૉગિંગની શરૂઆત કરી દેવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Flies Imran khan Sindh Province pakistan ગુજરાતી ન્યૂઝ OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ