બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બોયકોટથી પાકિસ્તાન પણ પરેશાન, સલમાન આગાએ કહ્યું- અમે બહારની વાતો પર ફોકસ નહીં કરીએ
Last Updated: 01:16 AM, 7 February 2026
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ શુક્રવારે કહ્યું હતું કે તેમની ટીમ ભારત સામેની મેચનો બોયકોટ કરવા માટે બહારના અવાજને અવોઈડ કરશે અને T20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજમાં બધી મેચ જીતીને સુપર 8માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાને 2009 માં ટાઇટલ જીત્યું હતું. પાકિસ્તાને બાંગ્લાદેશ ટીમના લીધે 15 ફેબ્રુઆરીએ ભારત સામે ગ્રુપ મેચ રમવાનો ઇનકાર કર્યો છે.
ADVERTISEMENT
જ્યારે સલમાન આગાને પૂછવામાં આવ્યું કે, તે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરશે, ત્યારે સલમાને પત્રકારોને કહ્યું, "તેના પર ધ્યાન ન આપીને. એક ટીમ તરીકે, અમે તેના વિશે વાત કરતા નથી અને ટીમની બહાર બનતી બાબતોને જોતા નથી. અમે માત્ર એટલું જ કરી શકીએ છીએ. અમે તેને અવોઈડ કરીશું અને અમારા પરફોર્મ પર ફોક્સ કરીશું."
ગયા સપ્ટેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમોએ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે એકતામાં ઇન્ટરનેશનલ મેચોમાં પાકિસ્તાની ટીમો સાથે હાથ ન મિલાવવાની રણનીતિ અપનાવી હતી. જે અંગે સલમાને કહ્યું કે, "અમને દુઃખ નથી થતું પરંતુ તે ગેમ માટે સારું નથી. આવી બાબત ન થવી જોઈએ."
ADVERTISEMENT
તેને એમ પણ કહ્યું કે, "નાનપણથી જ મેં લોકોને ગેમ સુધારવાનો પ્રયાસ કરતા જોયા છે. અમે રોલ મોડેલ છીએ. જો તમે આવું કરશો તો કાલે છોકરાઓ પણ એવું જ કરશે. તેથી જ મને લાગે છે કે આવી વસ્તુઓ ન થવી જોઈએ. રોલ મોડેલો આવું ન કરે." ભારત સામેની મેચના બોયકોટને કારણે પાકિસ્તાન બે પોઈન્ટ ગુમાવશે, એટલે કે સુપર 8માં ક્વોલિફાય થવા માટે તેમને બાકીની બધી મેચ જીતવી પડશે. આ ગ્રુપમાં નેધરલેન્ડ્સ, યુએસએ અને નામિબિયા સાથે ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
તેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ટીમ જીતવા માટે પ્રેશરમાં છે ત્યારે સલમાને કહ્યું કે, "કોઈ પ્રેશર નથી કારણ કે ICC ટુર્નામેન્ટમાં દરેક મેચ જીતવી પડે છે. અમે અહીં એવું વિચારીને આવ્યા હતા કે અમે અમારી બધી મેચ જીતીશું." ભારત-પાકિસ્તાન મેચોને લગતા વિવાદ અંગે તેને કહ્યું કે, "છેલ્લી બે ટુર્નામેન્ટમાં અમને ક્રિકેટ સિવાયની બીજી બાબતો વિશે પૂછવામાં આવ્યું હતું જે સારું નથી."
ADVERTISEMENT
આ સિવાય તેને એમ પણ કહ્યું કે, "અમે અહીં પ્લેયર્સ તરીકે અને ક્રિકેટ રમવા અને ક્રિકેટ વિશે વાત કરવા આવ્યા હતા." તેના પર ફોકસ કરવું બેસ્ટ છે. એક ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે અમે પ્રયાસ કરીએ છીએ કે આ બાબતો અમને અસર ન કરે. તે અમારા અને અમારી ગેમ રમત માટે સારું છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.