બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / ભારત / Politics / 'મુસલમાન સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ કરે છે', અસદુદ્દીન ઓવેસી આવું કેમ બોલ્યા, ડેટા પણ જાહેર કર્યો

લોકસભા ચૂંટણી 2024 / 'મુસલમાન સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ કરે છે', અસદુદ્દીન ઓવેસી આવું કેમ બોલ્યા, ડેટા પણ જાહેર કર્યો

Last Updated: 08:22 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓવૈસીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી હજુ પણ હિંદુઓમાં એવો ડર ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે કે મુસ્લિમ ટૂંક સમયમાં બહુમતી બની જશે.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમો કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ઓવૈસીએ આ વાત કહી છે. ઓવૈસીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી હજુ પણ હિંદુઓમાં ડર ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે કે મુસ્લિમ ટૂંક સમયમાં બહુમતી બની જશે. તેમણે કહ્યું, ક્યાં સુધી તમે મુસ્લિમો વિશે ડર ફેલાવશો. અમારો ધર્મ અલગ છે પરંતુ અમે પણ આ દેશના રહેવાસી છીએ.

મુસ્લિમો કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરે છેઃ ઓવૈસી

ઓવૈસીએ કહ્યું, તમે નફરતની દીવાલ કેમ બનાવી રહ્યા છો? તમે શા માટે ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છો કે મુસ્લિમો વધુ બાળકો પેદા કરે છે? મોદી સરકારના આંકડા મુજબ મુસ્લિમોની વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો થયો છે. મુસ્લિમો કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ કહેતા મને કોઈ શરમ નથી.

બહુમતી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસઃ ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે આ મારો ડેટા નથી પરંતુ મોદી સરકારનો ડેટા છે. પરંતુ નરેન્દ્ર મોદી નફરત ફેલાવવામાં વ્યસ્ત છે. તેઓ બહુમતી સમુદાયને ગેરમાર્ગે દોરવા માંગે છે કે મુસ્લિમોનો જન્મ દર સૌથી વધુ છે.

આ પણ વાંચોઃ ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ

દેશના વડાપ્રધાન 15 ટકા વસ્તીને ઘૂસણખોરો કહે છેઃ ઓવૈસી

પીએમ મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહ સરકારે કહ્યું હતું કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તેના જવાબમાં ઓવૈસીએ કહ્યું કે દેશના વડાપ્રધાન 15 ટકા વસ્તીને ઘૂસણખોરો કહે છે. આનાથી વધુ શરમજનક કંઈ હોઈ શકે નહીં. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આ પછી, ચૂંટણી પેનલે બીજેપી અધ્યક્ષને નોટિસ જારી કરીને તેમના સ્ટાર પ્રચારકોને જણાવવા કહ્યું કે તેમની પાસેથી કેવા પ્રકારના ભાષણની અપેક્ષા છે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi Asaduddin Owaisi hatred population majority Muslims condoms Prime Minister
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ