બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
Last Updated: 03:34 PM, 26 May 2024
રાજકોટ ટીઆરપી ગેમઝોન ઘટના બાદ તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠામાં ફાયર વિભાગ અધિકારી તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પાલનપુર ન્યુ બસપોર્ટની અંદર પશ્ચિમ પોલીસ અને ફાયરનાં અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જ્યારે ન્યુ બસ પોર્ટની અંદર વોર ગેમ ઝોન બંધ હાલતમાં જોવા મળ્યું હતું. પાલનપુર શહેર તેમજ જીલ્લામાં કોઈ પણ જગ્યાએ ચાલતા ગેમઝોનની પોલીસ અને ફાયર અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
દાહોદનાં છાબ તળાવ પાસે આવેલા ગેમઝોનમાં વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. છાબ તળાવ આગળ આવેલા 6 પોકેટ ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે. મામલતદાર સહિતનાં અધિકારીઓએ ગેમઝોનની તપાસ કરી હતી. તેમજ ગેમઝોનમાં ફાયર અને સેફ્ટી સહિતનાં માપદંડોને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ગેમઝોનમાં કાર્બન ડાયોક્સાઈડનાં બે સિલિન્ડ પણ મળ્યા હતા. ગેમઝોનમાં અવર જવર માટે માત્ર 1 ગેટ હોવાથી સીલ કરાયું છે. રાજકોટની ઘટનાને પગલે રાજ્યભરમાં ગેમઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનાને લઈ આખા રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જૂનાગઢમાં ગેમઝોન તેમજ એન્યુઝમેન્ટ પાર્કમાં ચકાસણી શરૂ કરવામાં આવી છે. તેમજ ફાયર વિભાગની ટીમ, પોલીસ તેમજ મનપાનાં અધિકારી સહિતનો સ્ટાફ ચેકિંગ કરી રહ્યો છે. મંજૂરી તેમજ ફાયર સેફ્ટીની સુવિધાને લઈ ચેકિંગ કરાયું છે.
રાજકોટમાં ગેમિંગ ઝોનનુ દુર્ઘટનાં બાદ તાપીમાં પણ ગેમઝોનમાં ચેકિંગ હાથ ધરાયું હતું. વ્યારાનાં ટિચકપૂરા ખાતે આવેલ ગેમઝોન અને સિનેમાઘરોમાં તપાસ કરાઈ હતી. ફાયરનાં સાધનો તેમજ ફાયર એક્ઝિટની ચકાસણી કરાઈ હતી. વ્યારા ફાયર વિભાગે તપાસ શરૂ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.