બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
Last Updated: 12:37 PM, 26 May 2024
રાજકોટની હોનારત બાદ રાજ્ય ગૃહ વિભાગે આદેશ કર્યો હતો. રાજ્યભરમાં આવેલા ગેમિંગ ઝોનની તપાસ કરવા આદેશ કર્યો છે. તેમજ ગૃહ વિભાગે જીલ્લાવાર વિહતો મોકલવા પરિપત્ર પણ જાહેર કર્યો છે. ગેમિગ ઝોન માટે કઈ-કઈ પરવાનગી લેવાય તે અંગે વિગતો માંગવામાં આવી છે. તેમજ મંગળવાર બપોરે 3 કલાક સુધી તમામ જીલ્લાઓની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો હતો. વિગતો ગૃહ વિભાગને મોકલવા આદેશ કરતો પરિપત્ર જાહેર કરાયો.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકોટ અગ્નિકાંડમાં તાલુકા પોલીસે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. તાલુકા પોલીસે યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની અટકાયત કરી હતી. તાલુકા પોલીસ દ્વારા હવે વિધિવત ધરપકડ કરાશે.
અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનનાં માલિક યુવરાજસિંહે પોલીસ સામે હાથ અધ્ધર કર્યા છે. યુવરાજસિંહે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે, અગ્નિકાંડની ઘટના ક્રમ કેમ ઘટી તે અંગે કોઈ ખ્યાલ ન હોવાનો યુવરાજસિંહે નિવેદન આપ્યું હતું કે, હું પોતે પાણીની લાઈન લઈ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું મીડલ ક્લાસ માણસ છું. મુખ્ય માલિક રાહુલ રાઠોડ છે. ગોંડલનો રાહુલ રાઠોડ માલિક અને રાજસ્થાનનો પ્રકાશ જૈન પાર્ટનર હોવાનો ખુલાસો થયો છે. રાહુલ રાઠોડ અને પ્રકાશ ઘટના બાદ પોલીસ પકડથી દૂર હતા. તેમજ ગેમિંગ ઝોનનાં મેનેજર પજ્ઞેશ પાઠકે ફાયર વિભાગને કોલ કર્યો હતો. તેમજ પોલીસે મેનેજર પજ્ઞેશ પાઠકની પૂછપરછ કરી રહી છે.
રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટોની અપીલ કરવામાં આવી છે. સુઓમોટો અપીલ સાંભળવા એડવોકેટ એસોસિએશનનાં પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ અરજી કરી છે. તેમજ અગ્નિકાંડ મુદ્દે કોર્ટે સુઓમોટો અપીલ સાંભળે તેવી અરજી કરી છે. બ્રિજેશ ત્રિવેદીએ મોરબી પુલ દુર્ઘટનામાં પણ સુઓમોટો અપીલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ahmedabad Plane Crash / તો અમદાવાદ પ્લેન ક્રેશમાં મર્યા હોત હજી વધુ લોકો, જાણો કોની સતર્કતાથી બચી જિંદગીઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT