બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
એવી આશા જાગી છે કે, મશીનો, મનોચિકિત્સકો અને આંકડા સાથે મળીને એ વાતનું નિદાન કરી શકે છે કે ડિપ્રેશન અથવા અન્ય કોઈ માનસિક બિમારીથી પીડાતા કોઈ માનસિક દર્દીમાં તેની તીવ્રતા, ગંભીરતાના લક્ષણો કેવી રીતે વધારી અથવા ઘટાડી શકાય છે.
આ ટેક્નિકલ નિદાન પછી આપણે એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિની મદદ તેની સારવારમાં લઈ શકીએ છીએ. માનસિક બિમારીઓની સંભાળમાં એઆઈ અને સ્માર્ટ અલગોરિધમ્સનો વિકાસ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ માનસિક બીમારીના પ્રારંભમાં નિદાન માટેઅને માનસ ચિકિત્સકોને તેની સારવારમાં મદદ કરવા માટે કરી શકાય છે. તેનાથી આત્મહત્યાના કેસોની સંખ્યામાં ઘટાડો થશે.
ADVERTISEMENT
દર્દીઓની તપાસ કરીને તેમની સારવાર કરવી વધુ સરળ રહેશે. મશીનથી કરાતું નિદાન દર્દીઓને સારવાર માટે પ્રોત્સાહિત કરશે. અત્યારે ભારતમાં મોટાભાગના માનસિક દર્દીઓ પોતાને રોગી જ માનતા નથી. એક અહેવાલમાં જણાવાયું છે કે, આપણા દેશના મોટાભાગના લોકો જાણ્યે-અજાણ્યે કોઈ ને કોઈ પ્રકારની માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે. ભારતની લગભગ 14 ટકા વસ્તી સામાન્ય નથી. એક અંદાજ પ્રમાણે દેશમાં હાલ લગભગ પાંચ કરોડ લોકો ડિપ્રેશનનો શિકાર છે અને તેઓ સતત આત્મહત્યાના વિચારોથી પીડાય છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સમાજ કે સરકારનું પણ આ તરફ કોઈ ધ્યાન નથી અને બધા તેના વિશે ઉદાસીન છે. માનસિક બિમારીઓ પર સરકાર આરોગ્ય બજેટના માત્ર 0.006 ટકા ખર્ચ કરે છે. વીમા કંપનીઓ પણ આરોગ્ય વીમા હેઠળ માનસિક બીમારીઓને કવર કરતી નથી.
ADVERTISEMENT
નેશવિલેના વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં મશીન લર્નિંગ અલગોરિધમ દ્વારા હોસ્પિટલે 5૦૦૦થી વધુ માનસિક દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું કે તેમાં આગામી અઠવાડિયા સુધીમાં કેટલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરશે, જેના 84 ટકા પરિણામો સફળ રહ્યા. બે વર્ષની અંદર કેટલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેનો અંદાજ પણ 80 ટકા સચોટ હતો.
હવે સ્માર્ટફોન પણ મનોચિકિત્સાનું એક ઉપકરણ બની ગયો છે.
રોગના નિદાનની પદ્ધતિ પણ વપરાશકર્તાની વર્તણૂકનું નિરીક્ષણ કરતા વ્યક્તિગત ડેટાના અલગોરિધમ દ્વારા શોધવામાં આવે છે. ટાઇપિંગ સ્પીડ, બોલવાનો ટૉન, આત્મઘાતી વિચારો અથવા અભિવ્યક્તિઓવાળી પોસ્ટ્સ, ઉચ્ચારણ, શબ્દોની પસંદગી વગેરે ઘણું બધુ કહી જાય છે. ડિપ્રેશન માટે સ્માર્ટફોન વધુ શ્રેષ્ઠ ‘બાયૉમાર્કર’ બની શકે છે.
ADVERTISEMENT
ભારતમાં માનસિક દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેના નિરાકરણની દિશામાં કામ ઓછું થઈ રહ્યું છે. ભારતમાં એક લાખની વસ્તીએ 0.3 મનોચિકિત્સકો, માત્ર 0.07 મનોવૈજ્ઞાનિકો અને 0.07 સામાજિક કાર્યકરો છે. વિકસિત દેશોમાં દર એક લાખની વસ્તીએ અંદાજે 0.04 હોસ્પિટલો અને સાત મનોચિકિત્સકો છે. વૈશ્વિક સ્તરે હાલ લગભગ 45 કરોડ લોકો માનસિક બિમારીઓથી પીડાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.