બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ધુરંધર'થી કર્તવ્ય સુધી...! આ સપ્તાહ OTT પર રિલીઝ થઇ રહી છે મોસ્ટ એવેટેડ ફિલ્મ-સિરીઝ

મનોરંજન / 'ધુરંધર'થી કર્તવ્ય સુધી...! આ સપ્તાહ OTT પર રિલીઝ થઇ રહી છે મોસ્ટ એવેટેડ ફિલ્મ-સિરીઝ

Pravin Joshi

Last Updated: 04:04 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયે OTT પર મનોરંજનનો ડબલ ડોઝ મળવાનો છે. 15 મેના રોજ મોટા પાયે ‘ધુરંધર 2’, ‘કર્તવ્ય’, ‘ઇન્સ્પેક્ટર અવિનાશ 2’ અને ‘Exam’ જેવી ફિલ્મો અને સિરીઝ વિવિધ પ્લેટફોર્મ પર રિલીઝ થશે, જ્યારે હોલીવુડ ફિલ્મ ‘પ્રોજેક્ટ હેલ મેરી’ પણ રિલીઝ થઈ ચૂકી છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર મનોરંજન પ્રેમીઓ માટે આ અઠવાડિયું ખૂબ જ ખાસ રહેવાનું છે. 12 થી 17 મે દરમિયાન OTT પર એકસાથે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો અને વેબ સિરીઝનો મેળો જામશે. જેમાં વર્લ્ડ બોક્સ ઓફિસ પર 1700 કરોડથી વધુની કમાણી કરનારી ફિલ્મોથી લઈને હાઈ-વોલ્ટેજ ક્રાઈમ ડ્રામાનો સમાવેશ થાય છે.

didha - 2026-05-12T160249.001

‘ધુરંધર 2’ નો OTT પર ધમાકો

આ અઠવાડિયે જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે તે છે ‘ધુરંધર 2’. થિયેટરોમાં સતત 2 મહિના સુધી સફળતાપૂર્વક ચાલ્યા બાદ હવે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ એક્શન પેક્ડ ફિલ્મ 15 મેથી Jio Hotstar પર સ્ટ્રીમ કરવામાં આવશે.

didha - 2026-05-12T160307.018

સૈફ અલી ખાનની ક્રાઈમ ડ્રામા ‘કર્તવ્ય’

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ફરી એકવાર પાવરફુલ અવતારમાં જોવા મળશે. પુલકિતના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘કર્તવ્ય’ ને ગૌરી ખાન દ્વારા રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સૈફની સાથે રસિકા દુગ્ગલ, સંજય મિશ્રા અને મનીષ ચૌધરી જેવા દિગ્ગજ કલાકારો છે. આ ક્રાઈમ ડ્રામા ફિલ્મ 15 મેથી Netflix પર નિહાળી શકાશે.

didha - 2026-05-12T160423.425

ઇન્સ્પેક્ટર અવિનાશ સીઝન 2

ઉત્તર પ્રદેશના સુપર-કોપ અવિનાશ મિશ્રાના જીવનની સત્ય ઘટનાઓ પર આધારિત વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ ની બીજી સીઝન આ અઠવાડિયે આવી રહી છે. રણદીપ હુડા સ્ટારર આ સિરીઝમાં પ્રથમ સીઝનની અધૂરી વાર્તા હવે પૂરી થશે. ક્રાઈમ અને થ્રિલરના શોખીનો માટે આ એક બેસ્ટ ઓપ્શન છે, જે 15 મેથી Jio Hotstar પર રિલીઝ થશે.

પેપર લીક પર આધારિત ‘Exam’

પેપર લીક અને પરીક્ષાના કૌભાંડો પર આધારિત 7 એપિસોડની થ્રિલર સિરીઝ ‘Exam’ પણ આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. આ તમિલ સિરીઝમાં RPSE (રીજનલ પબ્લિક સર્વિસ એક્ઝામ) ના નેટવર્કને ખુલ્લું પાડતી વાર્તા છે. નેશનલ એવોર્ડ વિનર એ. સરકુનમ દ્વારા નિર્મિત આ સિરીઝ 15 મેથી Amazon Prime Video પર જોઈ શકાશે.

આ પણ વાંચોઃ ધુરંધરનો વિલન મહાકાલની શરણે, થલપતિ વિજય પર આપ્યું રીએક્શન

હોલીવુડ ફિલ્મ ‘પ્રોજેક્ટ હેલ મેરી’

એન્ડી વિયરની બેસ્ટ સેલિંગ નોવેલ પર આધારિત હોલીવુડ ફિલ્મ ‘પ્રોજેક્ટ હેલ મેરી’ પણ રિલીઝ માટે તૈયાર છે. રયાન ગોસલિંગ સ્ટારર આ ફિલ્મની વાર્તા એક શાંત સ્વભાવના સ્કૂલ ટીચર રિલલેન્ડ ગ્રેસની આસપાસ ફરે છે. આ ફિલ્મ 12 મેથી Amazon Prime Video પર ઉપલબ્ધ થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar2 Kartavya OTTReleases
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ