ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ધુરંધરનો વિલન મહાકાલની શરણે, થલપતિ વિજય પર આપ્યું રીએક્શન

મનોરંજન / ધુરંધરનો વિલન મહાકાલની શરણે, થલપતિ વિજય પર આપ્યું રીએક્શન

Published By: Nirav Kumar

Last Updated: 10:05 PM, 10 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"ધુરંધર" અને "ધુરંધર 2" ની સફળતા બાદ અર્જુન રામપાલ આજકાલ એક અનોખી રીતે પોતાની સફળતા સેલીબ્રેટ કરી રહ્યો છે. જેમાં તેને અત્યારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલેશ્વરની ભસ્મ આરતીમાં હિસ્સો લીધો હતો. આ દરમિયાન તેને થલાપતિ વિજયની જીત પર પણ પ્રતિક્રિયા આપી હતી.

ADVERTISEMENT

"ધુરંધર" અને "ધુરંધર 2" ફિલ્મોમાં પોતાના જોરદાર નેગેટીવ રોલથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર અર્જુન રામપાલ આજકાલ એક અનોખી રીતે પોતાની સફળતા સેલીબ્રેટ કરી રહ્યો છે. પોતાની ફિલ્મ "ધુરંધર: ધ રીવેન્જ" માટે મળેલા જબરદસ્ત પ્રતિસાદ અને લોકોના પ્રેમ વચ્ચે અર્જુન રામપાલ અચાનક ઉજ્જૈન પહોંચ્યો હતો. જ્યાં તેને બાબા મહાકાલના દરબારમાં દર્શન કર્યા અને ભગવાનના આશીર્વાદ માંગ્યા હતા.

  • ભસ્મ આરતીમાં લીધો હિસ્સો

રવિવારે વહેલી સવારે અર્જુન રામપાલે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલેશ્વરની ભસ્મ આરતીમાં હિસ્સો લીધો હતો. સફેદ કુર્તા-પાયજામા અને કપાળ પર ચંદનનું તિલક પહેરીને અર્જુન ભક્તિમય જોવા મળ્યો હતો. તેની સાદગીએ ત્યાં હાજર લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.

VTV DIGITAL
  • શું કહ્યું અર્જુન રામપાલે?

અર્જુને સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક યાત્રાની ઝલક પણ શેર કરી છે. શિવલિંગના ફોટા શેર કરતા તેને ભાવનાત્મક રીતે લખ્યું કે બાબા બોલાવે ત્યારે જ અહીં પહોંચી શકાય છે. તેને ભસ્મ આરતીને વિશ્વની સૌથી શક્તિશાળી શક્તિઓમાંની એક ગણાવી હતી. અર્જુને મંદિર પ્રશાસનનો પણ તેમના દર્શનને આટલો ખાસ અને યાદગાર બનાવવા બદલ આભાર માન્યો હતો.

આ દર્શન બાદ જ્યારે સમાચાર એજન્સીએ તેની સાથે વાત કરી ત્યારે તેને ખુલાસો કર્યો કે બાબા મહાકાલ પાસે પોતાના માટે કંઈ માંગવાને બદલે તેનેવિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી. અર્જુને કહ્યું કે, "મેં મહાકાલને પ્રાર્થના કરી છે કે વિશ્વમાં ચાલી રહેલા બધા યુદ્ધો અને સંઘર્ષોનો અંત આવે અને શાંતિની સ્થપના થાય."

વધુ વાંચો : થિયેટરોમાં ફરીથી 'તારા-સકીના'નો ચાલશે જાદુ, અમિષા પટેલે ગદર 3 પર કહ્યું 500 કરોડ કમાશે

  • થલાપતિ વિજય પર પ્રતિક્રિયા

આ દરમિયાન જ્યારે તમિલનાડુના નવા મુખ્યમંત્રી અને સુપરસ્ટાર વિજય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને સિમ્પલ જવાબ આપ્યો હતો. અર્જુને કહ્યું કે, તેમને પોલીટીક્સ પર વધુ કોમેન્ટ કરવાનું પસંદ નથી પરંતુ તેને વિજયને તેમની મોટી જીત અને સરકાર બનાવવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Thalapathy Vijay Mahakaleshwar Temple Arjun Rampal

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ