બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Only a small child's shoe fell on the river bank..! The most painful scene of the Morbi disaster
Vishal Khamar
Last Updated: 05:59 PM, 31 October 2022
ADVERTISEMENT
એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. નદીમાં ચારે તરફ NDRF અને SDRF ની કેસરી રંગની બોટો.... નદીના કિનારે પડેલા શૂઝ અને ચપ્પલ.....અને આસપાસ ઉભેલા લોકોનાં ઉદાસ ચહેરાઓ....આ દ્રશ્ય ગુજરાતના મોરબીનાં છે. જ્યાં રવિવારે બ્રિજ તૂટવાથી આનંદ માણવા આવેલા લોકો માટે તે બ્રિજ મોતનો બ્રિજ બન્યો હતો.
લોકો જીવ બચાવવા પુલ સાથે લટકેલા રહ્યા પણ ધીરજ ખૂટી મોતને ભેટ્યા
આ દુઃખ ભર્યા દ્રશ્યો એટલા કાળજું કંપાવી દે તેવા છે. કારણ કે રવિવારે સાંજે મચ્છુ નદી પર બનેલ ઝુલતો બ્રિજ સાંજે 6.30 કલાકે અચાનક તૂટી પડ્યો હતો. પુલ તૂટતાની સાથે જ લોકો નદીમાં પડ્યા હતા તો કેટલાક લોકોએ પુલનો ભાગ પકડી લઈ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તે લોકો પણ લાંબો સમય સુધી પોતાનો જીવ બચાવવામાં અસમર્થ રહ્યા હતા.
ADVERTISEMENT
ત્રણેય પાંખ, NDRF-SDRF પણ કામગીરીમાં જોડાઈ
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 134 લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. ત્યારે હજુ પણ માનવામાં આવી રહ્યું છે કે નદીમાં હજુ પણ વધુ મૃતદેહો હોઈ શકે છે. ત્યારે આર્મીને ત્રણેય પાંખ, NDRF-SDRF પણ રાહત કામગીરીમાં જોડાઈ છે. ત્યારે ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતનો થોડીક સેકન્ડનો CCTV ફૂટેજ પણ આવ્યા
જે લોકો રવિવારે પુલ તૂટતા જોયો છે તે લોકોએ આ ઘટનાને મોટી દુર્ઘટના ગણાવી છે. ત્યારે અકસ્માતનો થોડીક સેકન્ડનો CCTV ફૂટેજ પણ આવ્યા છે. જેમાં લોકો પુલને પકડીને ઝૂલતા હતા તે સમયે બ્રિજ અચાનક તૂટી જાય છે અને બ્રીજ પર રહેલા લોકો નદીમાં પડી જાય છે.
ભયાવહ દ્રશ્યો અમારી નજર સામેથી હટતા નથી:સ્થાનિક
ત્યારે બ્રિજ તૂટી પડ્યા બાદ સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલીક લોકોના બચાવવા માટે દોડ્યા હતા. ત્યારે બચાવ કામગીરી કરી રહેલા લોકોએ જણાવ્યું કે હાથમાં નાના બાળકોનાં મૃતદેહો લઈને લોકો દોડતા હતા. જે દ્રશ્ય એટલું ભયાવહ હતું કે હજુ પણ તે દ્રશ્યો અમારી નજર સામેથી હટતા નથી.
લોકોની ચીંસોથી ભયનો માહોલ સર્જાયો હતોઃ હસીનાબેન
હસીનાબેન નામની સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે બ્રિજ તૂટતાની સાથે જ બ્રિજ પર રહેલા લોકોની ચીંસોથી સમગ્ર વાતારણમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. ત્યારે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે અમે અમારા વાહનો આપ્યા પણ તેઓ મૃત્યું પામ્યા હતા. જે દ્રશ્ય વિશે અમે વધુ કંઈપણ કહી શકતા નથી.
સાંસદના પરિવારના 12 લોકોના મોત નિપજ્યા
આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના નાના બાળકો છે. આ અકસમાતમાં રાજકોટના લોકસભાના સાંસદ મોહન કુંડારિયાના 12 સબંધીઓના પણ મોત નિપજ્યા છે. કુંડારીયાએ જણાવ્યું કે તેમના મોટા ભાઈની વહુની ચાર દીકરીઓમાંથી ત્રણ દિકરીઓનાં પતિ તેમજ બાળકો મૃત્યું પામ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.