ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / આજે OnePlus 15 ભારતમાં થશે લોન્ચ, iPhone 17 કરતા આટલી ઓછી હશે કિંમત!

ટેક / આજે OnePlus 15 ભારતમાં થશે લોન્ચ, iPhone 17 કરતા આટલી ઓછી હશે કિંમત!

Published By: Nirav Kumar

Last Updated: 12:22 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતમાં OnePlus 15 લોન્ચ થવાનો છે. આ ફોન ગયા મહિને ચીનમાં લોન્ચ થયો હતો. ચાલો જાણીએ કે, તેની કિંમત શું હશે અને ફીચર્સ કેવા હશે.

ADVERTISEMENT

પ્રીમિયમ ફીચર્સ સાથે OnePlus 15 ની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ આજે તેનો અંત આવશે. ગયા મહિને ચીનમાં લોન્ચ થયા બાદ કંપની આજે ભારતીય માર્કેટમાં આ OnePlus સ્માર્ટફોન લોન્ચ કરશે. આ ફોનના ફીચર્સ સાથે ભાવ લીક થયા છે. ચાલો લોન્ચ પહેલા આ હેન્ડસેટમાં અપેક્ષિત કિંમત અને કયા ફીચર મળી શકે છે તે વિષે જાણીએ.

  • Onplus 15નો લોન્ચ ટાઈમ
    આ હેન્ડસેટ આજે સાંજે 7 વાગે  ભારતીય માર્કેટમાં  લોન્ચ થશે. જો તમે ઘરેથી આ  ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હોવ તો તમે કંપનીની ઓફિશિયલ YouTube ચેનલથી ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ ઇવેન્ટ શરૂ થયા બાદ તમે વીડિયો પર પ્લે બટન દબાવીને લાઇવ સ્ટ્રીમ જોઈ શકો છો.
vtv app promotion
  • ભારતમાં OnePlus 15ની અપેક્ષિત કિંમત
    રિલાયન્સ ડિજિટલની ઓફિશિયલ વેબસાઇટ પર ભૂલથી આ ફોનની કિંમત સાથે લિસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં તેને દૂર કરવામાં આવી હતી, Beebomએ લિસ્ટ દૂર કરતા પહેલા કિંમતનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. સ્ક્રીનશોટ મુજબ આ ફોનના 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 72,999 રૂપિયા હોવાની અપેક્ષા છે અને 16GB/512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 79,999 રૂપિયા હોવાની અપેક્ષા છે. આ ફોનનું વેચાણ રાત્રે 8 વાગે એમેઝોન અને કંપનીના ઓનલાઈન સ્ટોર પર શરૂ થશે. iPhone 17 નું 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 82,999 રૂપિયામાં વેચાય છે એટલે કે OnePlus 15 નું 256GB વેરિઅન્ટ 10,000 રૂપિયા સસ્તું હોઈ શકે છે.

વધુ વાંચો : સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ન કરતા આ ભૂલો, નહીંતર બોમ્બની જેમ ફાટશે મોબાઈલ

  • Onlus 15ના કન્ફર્મ સ્પેસિફિકેશન
    આ OnePlus ફ્લેગશિપ ફોનમાં પાવરફુલ 7300mAh બેટરી આપવામાં આવી છે. આ સિવાય આ હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 8 એલીટ જનરલ 5 પ્રોસેસર, 165Hz રિફ્રેશ રેટ અને ટ્રિપલ 50-મેગાપિક્સલ કેમેરા સેન્સર આપવામાં આવશે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

OnePlus Specifications OnePlus 15 OnePlus Launch

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ