ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ન કરતા આ ભૂલો, નહીંતર બોમ્બની જેમ ફાટશે મોબાઈલ

ટેક / સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે ન કરતા આ ભૂલો, નહીંતર બોમ્બની જેમ ફાટશે મોબાઈલ

Published By: Nirav Kumar

Last Updated: 10:23 PM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાના કારણે ઘણા લોકોને જીવલેણ ઈજાઓ થઇ હોવાના કેસ સામે આવી ચુક્યા છે. જો તમે આ અકસ્માતથી બચવા માંગતા હોવ તો નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ADVERTISEMENT

જો તમે તમારા સ્માર્ટફોનને ચાર્જ કરતી વખતે અમુક સાવચેતી નથી રાખતા તો તેમાં બ્લાસ્ટ પણ થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચાર્જ કરતી વખતે સ્માર્ટફોન બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ બન્યા છે. એક્સપર્ટ અનુસાર, સામાન્ય ભૂલો જેમ કે ખોટા ચાર્જરનો ઉપયોગ કરવો કે ચાર્જ કરતી વખતે ફોનનો વધુ પડતો ઉપયોગ તે બાબતો આ જોખમને વધારે છે. તમારા ડીવાઈસને સુરક્ષિત રાખવા અને આ અકસ્માતથી બચવા માટે અમુક બાબતો જાણવી જરૂરી છે.

  • બીજા ચાર્જરનો ન કરો ઉપયોગ

ઘણીવાર અમુક લોકો તેમના સ્માર્ટફોનને ગમે તે ચાર્જરથી ચાર્જ કરે છે. પણ દરેક ફોનની બેટરીને ચોક્કસ વોલ્ટેજ અને એમ્પીરેજની જરૂર હોય છે. જેમાં નકલી કે લોકલ ચાર્જર આ જરૂરિયાત પૂરું કરતા નથી. આવા ચાર્જરનો ઉપયોગ કરવાથી બેટરી ઓવર ચાર્જ થઈ શકે છે કે પછી અસ્થિર વોલ્ટેજનો મળે છે. જેના કારણે બેટરી વધુ ગરમ થઈ શકે છે અને બ્લાસ્ટનું જોખમ વધી શકે છે. આથી હંમેશા તમારા સ્માર્ટફોનને તેના ઓરીજનલ ચાર્જરથી ચાર્જ કરો. જો તમારા સ્માર્ટફોનનું ચાર્જર બગડ્યું હોય તો નજીકના સર્વિસ સેન્ટર પર જઈને તે જ સ્માર્ટફોનનું ચાર્જર ખરીદો.

vtv app promotion
  • ચાર્જિંગ દરમિયાન ફોનનો વધુ પડતો ઉપયોગ
    સ્માર્ટફોન ચાર્જિંગ દરમિયાન લાંબા સમય સુધી ગેમ્સ રમવી, લાંબા વીડિયો સ્ટ્રીમ કરવા કે લાંબા કૉલ્સમાં કરવા ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. ચાર્જિંગ કરતી વખતે બેટરી પહેલાથી જ ગરમ હોય છે. તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી તેના પર વધારાનું પ્રેશર પડે છે જેના કારણે તે વધુ ગરમ થાય છે અને બ્લાસ્ટનું જોખમ વધે છે.

વધુ વાંચો : આખા વિશ્વમાં ભારત પર સૌથી મોટું મોબાઇલ અટેકનું જોખમ, આ એપ્સ ચોરી રહી છે તમારો ડેટા

  • ચાર્જિંગ કરતી વખતે સૂઈ જવું
    ઘણા લોકોને તેમના સ્માર્ટફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે સૂઈ જવાની આદત હોય છે. અથવા પછી આખી રાત ફોનને ચાર્જિંગમાં રાખવાની આદત હોય છે. જેનાથી સ્માર્ટફોન ઓવરચાર્જ થાય છે અને ઘણીવાર તે ઓવરહીટ પણ થઇ શકે છે. આથી આ ભૂલ ન કરવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Charging Smartphone Fatal Injuries Smartphone Explosions

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ