બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Omicron driven third wave in India likely to peak in Feb: Covid Supermodel Panel

મહામારી / ભારતમાં ત્રીજી લહેરને લઈને નિષ્ણાંતોની સૌથી મોટી ભવિષ્યવાણી, જાણો ક્યારથી શરુ થશે, ક્યારે પીક આવશે

Hiralal

Last Updated: 07:41 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ કોવિડ-10 સુપરમોડલ સમિતિના પ્રમુખ વિદ્યાસાગરે જણાવ્યું કે ભારતમાં ઓમિક્રોનની ત્રીજી લહેર આવશે પરંતુ તે બીજી કરતા હળવી હશે.

  • નેશનલ કોવિડ-10 સુપરમોડલ સમિતિના પ્રમુખ વિદ્યાસાગરની ચેતવણી 
  • જાન્યુઆરીમાં શરુ થશે કોરોનાની ત્રીજી લહેર 
  • ફેબ્રુઆરીમા પીક પર હશે
  • ત્રીજી લહેર બીજી લહેર કરતા હળવી હશે

ઓમિક્રોન ભારતમાં કોરોનાની ત્રીજી લહેર લાવશે તે અંગે હવે નિષ્ણાંતોમાં બેમત રહ્યો નથી. નેશનલ કોવિડ-10 સુપરમોડલ સમિતિના પ્રમુખ વિદ્યાસાગરે કહ્યું કે ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવશે અને ફેબ્રુઆરીમાં પીક પર હશે. તેમણે કહ્યું કે જોકે મોટા પાયા પરની રોગ પ્રતિકાર શક્તિને કારણે ત્રીજી લહેર હળવી રહેશે. 

જનતાનો  એક નાનો હિસ્સો હજુ વાયરસના સંપર્કમાં આવ્યો નથી 

તેમણે કહ્યું કે અત્યારે આપણે દરરોજ લગભગ 7,500 કેસનો સામનો કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સીરો-સર્વે અનુસાર એક નાનો અંશ બાકી છે જે ડેલ્ટા વાયરસના સંપર્કમાં આવ્યો નથી. હવે આપણી પાસે 75 ટકાથી 80 ટકા (પ્રિ-એક્સપોઝર), પુખ્ત વયના લોકો માટે 85 ટકા પ્રથમ ડોઝ, પુખ્ત વયના લોકો માટે 55 ટકા બંને ડોઝ અને 95 ટકા રોગચાળાની પહોંચ છે. તેનો અર્થ એ છે કે જનતાનો માત્ર એક નાનો ભાગ વાયરસના સંપર્કમાં આવ્યો નથી.

ભારતમાં બ્રિટન જેવુ સંક્રમણ ફેલાયું તો  રોજના 14 લાખ કેસ આવી શકે
નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક ડરામણી ચેતવણી આપતા જણાવ્યું કે જો ભારતમાં બ્રિટન જેવુ સંક્રમણ ફેલાયું તો અહીં રોજના 14 લાખ કેસ આવી શકે છે. ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં ફેલાઈ રહેલા ગંભીર કોરોના સંક્રમણને લઈને એક ડરામણી ચેતવણી આપતા પૌલે જણાવ્યું કે જો આપણે બ્રિટનમાં ઓમિક્રોના સંક્રમણની ઝડપ જોઈએ અને ભારતની વસતી સાથે તેની તુલના કરીએ તો ભારતમાં રોજના 14 લાખ કેસ આવી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું કે દરેક કેસની જિનોમ સિકન્વસિંગ ન થઈ શકે. 

નીતિ આયોગના સભ્ય વીકે પોલે એવું પણ જણાવ્યું કે કોરોનાના વધી રહેલા કેસ માટે ઓમિક્રોન સંક્રમણ જવાબદાર મનાઈ રહ્યું છે પરંતુ તે અંગે હજુ ઘણી બાબતો સ્પસ્ટ બની નથી તેની પર સંશોધન ચાલી રહ્યું છે અને તમામ ઘટનાક્રમ પર સરકારની નજર છે. તેમણે કહ્યું કે એવું કહેવાઈ રહ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ હળવું સંક્રમણ ફેલાવે છે. 

ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં ફેલાયું ગંભીર સંક્રમણ
ઓમિક્રોનના ખતરા વચ્ચે બ્રિટનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં રોજના 85,000 થી ઉપર કેસ આવી રહ્યાં છે. તે ઉપરાંત ત્યાં ઓમિક્રોનથી દુનિયાનું પહેલું મોત પણ થઈ ચૂક્યુ છે. 

વીકે પોલે કહ્યું કે દરેક સેમ્પલનું જિનોમ સિકવન્સિંગ કરવું શક્ય નથી

વીકે પોલે કહ્યું કે દરેક સેમ્પલનું જિનોમ સિકવન્સિંગ કરવું શક્ય નથી. જિનોમ સિકવન્સિંગ કોઈ નિદાનનું સાધન નહીં પણ તકેદારી અને મહામારી આકલનનું ટૂલ છે. આપણે ખાતરી આપી શકીએ કે પર્યાપ્ત અને પદ્ધતિસર સેમ્પલિંગ હાથ ધરાઈ રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

World Corona corona india india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા કોરોના વર્લ્ડ Omicron variant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ