બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 2થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / 2થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર

Last Updated: 07:06 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિ ધીમી હોવા છતાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જમવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

1/6

photoStories-logo

1. આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી હોય, પરંતુ આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એકસાથે ત્રણ મજબૂત સિસ્ટમ રાજ્ય પર સક્રિય થઈ છે. તેના કારણે આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું હાલ સ્થિર છે, પરંતુ તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે હોવાથી 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 28 જૂને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ 28 જૂને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે વહીવટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ

આગામી 2થી 4 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. લોકોને જરૂરી સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લોકોને અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડી

રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે તો બીજી તરફ લોકોને અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી ગરમી વધુ અનુભવાઈ રહી છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આમ રાજ્યમાં એક સાથે વરસાદ અને ગરમીનો ડબલ ઋતુનો અહેસાસ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન

IMDના જણાવ્યા અનુસાર હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પંજાબથી બિહાર સુધીનો સિઝનલ ટ્રફ સક્રિય છે. આ ત્રણેય સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે આગામી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ કારણે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા

અમદાવાદમાં 28 જૂને તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી તથા બફારો વધુ અનુભવાશે. બીજી તરફ બનાસકાંઠા, ભરૂચ સહિતના વિસ્તારોમાં હળવો છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે, તેથી નાગરિકોએ સાવચેતી રાખવી અને અધિકૃત સૂચનાઓ પર ધ્યાન આપવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Gujarat Weather Gujarat Rain Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ