ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. એનનું કારણ સસ્તો ઇન્ટરનેટ રેટ્સ છે. સસ્તા ઇન્ટરનેટના કારણે હવે ઇન્ટરનેટ ભારતના ઘણા શહેરોમાં પહોંચી ગયું છે. ગ્રામિણ વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચ્યા બાદ યૂઝર્સની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આ કારણથી વર્ષ 2018માં ભારતમાં ઇન્ટરરનેટ યૂઝર્સની સંખ્યા 56.6 કરોડ હતી.
હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષના અંત સુધી ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યામાં આશરે 11%નો વધારો થશે. 2019ના અંત સુધી ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધીને 62.7 કરોડ થઇ જશે. આ રિપોર્ટ માર્કેટ રિસર્ચની એક કંપની દ્વારા જારી કરવામાં આવ્યો છે. આઇસીયૂબીઇટીએમ 2018 અનુસાર 2018માં ભારતના શહેરી ક્ષેત્રોમાં 7% ઇન્ટરનેટ યૂઝર્સ વધ્યા તો બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રોમાં 35% યૂઝર્સની સંખ્યામાં વધારો થયો છે.
રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી એક અનુમાન છે કે ભારતમાં ગ્રામિણ ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 25.1 કરોડ છે જે આ વર્ષના અંત સુધીમાં 29 કરોડ સુધી પહોંચી જશે.
તમને જણાવી દઇએ કે ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની કિંમત દુનિયાભરના તમામ દેશોમાંથી સૌથી સસ્તી છે. આ કારણથી અહીંયાની મોટી આબાદીમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ખૂબ જ ઝડપથી વધતી જઇ રહી છે. આ મામલે ગત વર્ષે બિહાર સૌથી આગળ રહ્યું છે. ભારતના સમગ્ર રાજ્યોમાંથી બિહારમાં સૌથી વધારે ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધી છે. બિહારમાં આ આંકડો 35% છે.
ભારતમાં ઇન્ટરનેટ ઉપયોગ કરવાના કેસમાં પુરુષો અને મહિલાઓમાં કોઇ અસમાનતા નથી. ભારતમાં જેટલા પુરુષ ઇન્ટરનેટ યૂઝર્સ છે, એટલી મહિલાઓ પણ ઇન્ટરનેટ ઉપયોગ કરે છે. ભારતમાં મહિલા ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 42% છે.