બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / હવે આ કંપનીનો પણ આવશે ભગવા રંગનો મોબાઈલ, જાણો ક્યારે થશે લોન્ચ
Last Updated: 10:21 AM, 9 October 2025
સેમસંગ તેનો Galaxy S26 Ultra ફોન ઓરેન્જ રંગમાં લોન્ચ કરી રહ્યું છે. આ ફોન સંબંધિત રિપોર્ટ સામે આવી રહ્યા છે જેમાં તેના સંભવિત ફીચર્સ, કલર અને લોન્ચ ટાઈમલાઇન વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે, એપલે ગયા મહિને કોસ્મિક ઓરેન્જ કલરમાં iPhone 17 Pro લોન્ચ કર્યો હતો જેની કોપી સેમસંગના આ ફોનમાં કરવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે.
ADVERTISEMENT
if you're wondering how the upcoming Samsung Galaxy S26 Ultra will look in the “Cosmic Orange” colour, here's a reference for you.
— Chandan (@that_chand) October 4, 2025
and yeah, it certainly looks better than the iPhone 17 Pro Max. pic.twitter.com/MP2aN8dJnN
ADVERTISEMENT
આ ફોન 6.9-ઇંચ M14 QHD+ CoE Dynamic AMOLED ડિસ્પ્લે સાથે લોન્ચ થવાની શક્યતા છે. તે 16GB સુધી RAM સાથે 256GB, 512GB અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવી શકે છે. તેમાં 200MP મેઈન કેમેરા, 50MP પેરિસ્કોપ લેન્સ, 50MP અલ્ટ્રાવાઇડ સેન્સર અને 12MP ટેલિફોટો લેન્સ આવી શકે છે. આ ફોનમાં 5,000mAh બેટરી પણ હોઈ શકે છે. આ ફોન iPhone 17 Pro ની માફક ઓરેન્જ કલરના ઓપ્શનમાં લોન્ચ થઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સેમસંગ Galaxy S25 Ultra ફોન વર્ષ 2026 ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. પરંતુ સેમસંગ દ્વારા હજુ સુધી તેની તારીખની પુષ્ટિ કરવામાં નથી આવી. લોન્ચ થયા બાદ આ ફોન ગયા મહિને લોન્ચ થયેલા iPhone 17 Pro Max સાથે કોમ્પિટિશન કરતો જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.