લંડન સ્થિત ટેક કંપની નથિંગ તેના નવા સ્માર્ટફોન Nothing Phone 4a, Nothing Phone 4a Pro લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લીક્સ મુજબ આ બે મોડેલ 5 માર્ચે ભારતમાં આવી શકે છે. નથિંગના સીઈઓ કાર્લ પેઈએ પહેલાથી જ સંકેત આપ્યો છે કે નવી 4a સિરીઝ ફોન 3a ની તુલનામાં ઘણા મહત્વના અપગ્રેડ હશે. હવે નવી માહિતીએ કિંમત સ્પેસિફિકેશન અને સ્ટોરેજ વિકલ્પને વધુ સ્પષ્ટ કર્યા છે.
- ભારતમાં લોન્ચ ડેટ અને અપેક્ષિત કિંમત
લીક્સ અનુસાર નથિંગ ફોન 4a અને ફોન 4a પ્રો 5 માર્ચે ભારતમાં લોન્ચ થઈ શકે છે. 4a વેરિઅન્ટની કિંમત લગભગ 31,999 રૂપિયાથી શરૂ થવાની શક્યતા છે જ્યારે પ્રો વેરિઅન્ટ લગભગ 41,999 રૂપિયામાં ઓફર કરી શકાય છે.
- પાવરફુલ ડિસ્પ્લે અને લેટેસ્ટ પ્રોસેસર
Nothing Phone 4a Pro માં 144Hz સુધીના રિફ્રેશ રેટ સાથે 6.82-ઇંચનો મોટો AMOLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. ગેમિંગ અને સરળ સ્ક્રોલિંગ માટે આ સુવિધા મહત્વની માનવામાં આવે છે. ફોનમાં સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપસેટ હોવાની અફવા છે જે તેને પરફોર્મની દ્રષ્ટિએ મજબૂત બનાવી શકે છે. સ્ટાન્ડર્ડ ફોન 4a માં પણ 6.82-ઇંચનો ડિસ્પ્લે હોવાની શક્યતા છે પરંતુ તેનો રિફ્રેશ રેટ 120Hz હોવાની શક્યતા છે. તે સ્નેપડ્રેગન 7 Gen 3 પ્રોસેસર દ્વારા ચાલે છે.

- કેમેરા અને બેટરી
Pro વેરિઅન્ટમાં ટ્રિપલ 50-મેગાપિક્સલ રીઅર કેમેરા સેટઅપ હોવાની શક્યતા છે. 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આવી શકે છે, જે સેલ્ફી અને વીડિયો કોલિંગ એક્સ્પીરિયન્સને સુધારશે. ફોન 4a માં 64-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર, 50-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા હોવાની અપેક્ષા છે. આગળના ભાગમાં 32-મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવે તેવી શક્યતા છે. બેટરીની વાત કરીએ તો પ્રો મોડેલમાં 5080mAh બેટરી આવી શકે છે, જ્યારે સ્ટાન્ડર્ડ મોડેલમાં 5500mAh બેટરી હોઈ શકે છે. 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની પણ ચર્ચા છે.
- સ્ટોરેજ, ડિઝાઇન અને સોફ્ટવેર
લીક્સ અનુસાર આબંને ફોન 8GB + 128GB અને 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવી શકે છે. કંપનીએ UFS 3.1 સ્ટોરેજનું કંફર્મ કર્યું છે. જોકે તે બાબત સ્પષ્ટ નથી કે આ બંને મોડેલ પર સ્ટાન્ડર્ડ હશે કે નહીં. ડિઝાઇનની વાત કરીએ તો નથિંગ તેના સિગ્નેચર ટ્રાન્સપરન્ટ લુકને જાળવી શકે છે પરંતુ થોડા ફેરફારો જોવા મળી શકે છે. પ્રો મોડેલ એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ નથિંગ OS 4 સાથે આવી શકે છે, જ્યારે ફોન 4a એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ નથિંગ OS પર ચાલી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ