ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / Not a single Congress MLA ticket will be cut important statement by himmatsinh
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વખતે કોંગ્રેસના એક પણ ધારાસભ્યની ટિકિટ નહી કપાય તેમ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હિંમતસિંહે નિવેદન આપ્યું. તો નેતા સુખરામ રાઠવાને લઇને હિંમતસિંહે નિવેદન આપતા જણાવ્યું કે તમામ ધારાસભ્યની કામગીરીનું મુલ્યાંકન થઇ રહ્યું છે. સંકલન થઇ થઇ રહ્યું છે નીતિ થોડા સમય બાદ જાહેર કરાશે તેમ જણાવ્યું.
ADVERTISEMENT
કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલનું નિવેદન
તો કોંગ્રેસ દ્વારા શરૂ થનારી વિધાનસભા યાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યું કે સરકારની નિષ્ફળતા સામે આ પદયાત્રા છે. પરિવર્તન યાત્રાની સાથે રાહુલ ગાંધીની હાજરીમાં કાર્યકર્તા સંમેલન યોજાશે. જેમાં લોકો અને કાર્યકર્તાઓ જોડાય તેના માટે અપીલ કરીશું. તથા મોંઘવારી,કાયદો વ્યવસ્થાના મુદ્દાઓ લઇ લોકો સમક્ષ જઈશું. સાથે એમ પણ જણાવ્યું કે 10 તારીખે લોકો સ્વયંભૂ બંધ રાખે તેની અપીલ કરીશું સવારે 8 થી 12 માં બંધના એલાનમાં સમર્થન આપે તેવી અપીલ કરવાનું હિંમતસિંહે જણાવ્યું હતું.
ADVERTISEMENT
દરેક વિધાનસભા મતવિસ્તારમાં આયોજન
મિશન 2022 માટે કોંગ્રેસ તમામ વિધાનસભામાં પદયાત્રા કરશે. દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 5 કિ.મી.ની પદયાત્રાનું આયોજન કરાયું છે.1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.
સંકળાયેલા મુદ્દાઓ