બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Nitin Gadkari arrived at the mall for shopping, and also paid the prices like a common man
Last Updated: 07:03 PM, 28 October 2022
ADVERTISEMENT
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી શુક્રવારે તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને ખરીદી કરતા જોવા મળ્યા હતા. તે એક રમકડાની દુકાને પહોચ્યા અને ત્યાં વિવિધ પ્રકારના રમકડાં જોતા જોવા મળ્યા. તેમજ ત્યાં તેમણે ઘણો સમય વીતાવ્યો.
ગડકરી રમકડાં વિશે માહિતી લેતા જોવા મળ્યા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી શુક્રવારે Hamley's Store પર પહોચ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ અહીયા તે પોતાના પૌત્ર માટે સરપ્રાઈઝ ગિફ્ટ લેવા આવ્યા હતા. તેમણે સ્ટોરમાં ધણો સમય વીતાવ્યો અને વિવિધ પ્રકારના રમકડાં જોયા. આ દરમિયાન સ્ટોર મેનેજર તેઓને રમકડાં વિશેષતા જણાવતા જોવા મળ્યા હતાં.
ADVERTISEMENT

રિલાયન્સના પોર્ટફોલિયોમાં હેમલીની બ્રાન્ડ
તમને જણાવી દઈએ કે Hamley's એક બ્રિટિશ ટોય બ્રાન્ડ છે. જે ભારતમાં મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ દ્વારા ચલાવવામાં આવે છે. તેનાં પોર્ટફોલિયાને વિસ્તારતી વખતે, રિલાયન્સે ઘણા રમકડાં બજારોમાં તેનું વર્ચસ્વ વધાર્યું છે. આમાં આ બ્રિટિશ રમકડાનીં કંપની તેમજ સ્થાનિક રમકડાની બ્રાન્ડ રોવન પણ સામેલ છે. હૈમલેજ અત્યારે 15 થી વધારે દેશોમાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે અને ભારતમાં રમકડાની સૌથી મોટી સાંકળ છે.
ADVERTISEMENT
ભારતમાં રમકડાનો વ્યાપાર વધી રહ્યો છે
આ વર્ષે જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારત રમકડાંની નિકાસમાં પાવરહાઉસ બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે ભારતીય રમકડા ઉદ્યોગે એવી સફળતા હાંસલ કરી છે, જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. પી.એ.મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વોકલ ફોર લોકલનો પડઘો આજે સર્વત્ર સંભળાઈ રહ્યો છે. રમકડા ઉદ્યોગ આની સાક્ષી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.