ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-20359

NULL / ગરમીના લીધે અમદાવાદમાં Red Alert વડોદરામાં Orange Alert

Published By: vtvAdmin

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગ દઝાડતી ગરમીને લઇને અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અને એક તરફ ગરમીનો પારો વધતો જાય છે. તો બીજી તરફ લોકો ગરમીથી ત્રાહીમામ થઇ રહ્યા છે. રવિવારે રેકોર્ડબ્રેક ગરમી પડે તેવી શક્યતા પણ દર્શાવી છે કદાચ ગરમીનો પારો 47 ડિગ્રીએ પણ પહોચી શકે છે. લોકોને બપોરના સમયે બહાર ન નિકળવા માટેની સુચના આપી છે.

ઉનાળાની સિઝન અત્યારે જોરશોરથી ચાલી રહી છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. સૂર્ય પણ આગ ઓકતો હોય તેમ તાપમાન વધતુ જાય છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 43 ડીગ્રીએ પહોંચતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે.

શહેરમાં મે મહિનો આગળ વધી રહ્યો છે તેમ-તેમ ગરમીનો પારો સતત વધતો જાય છે. ગરમીનો પારો વધીને 43 ડીગ્રી પહોંચતા શહેરીજનોની હાલત કફોડી બની ગઇ છે. ત્યારે આજે વડોદરા શહેરમાં તંત્ર દ્વારા પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.

વડોદરાવાસીઓ છેલ્લા બે દિવસની ગરમીથી પોકારી ઉઠ્યા છે. વડોદરામાં આગામી 16 તારીખ સુધી ગરમી નો પારો 44 ડીગ્રી સુધી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના કારણે લોકોને સાવચેત રહેવા માટે સુચના આપવામાં આવી છે. હજુ પણ વડોદરાવસીઓએ 16મે સુધી ગરમીનો સામનો કરવો પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકોએ તડકામાં નીકળવાનું ટાળવું હિતાવહ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ